• Home
  • News
  • વિદ્યા બાલને 650 રૂપિયાની એક એવી કુલ 1000 PPE કિટ ડોક્ટર્સ માટે આપી, અન્ય 1000 કિટ માટે પૈસા ભેગા કરવા શપથ લીધી
post

અગાઉ શાહરુખ ખાને 25,000 PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટ્સ ડોનેટ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:22:13

મુંબઈ: કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી સુરક્ષાની જરૂર રહે છે. તેઓને ઇન્ફેક્શનથી બચવા માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની જરૂર પડે છે. વિદ્યા બાલને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી છે. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી છે.

વિદ્યા બાલને વીડિયો શેર કરીને સમગ્ર માહિતી જણાવી છે કે, હાલ ડોક્ટર્સ, નર્સ અને વોર્ડ બોય્ઝ માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની અછત છે. તેઓ સતત દર્દીઓના સંપર્કમાં રહે છે અને જો એક પણ સ્ટાફ મેમ્બરને ચેપ લાગે તો 8-12 લોકોના આખા સ્ટાફે 2થી 3 અઠવાડિયાં સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. જેને કારણે હોસ્પિટલ યોગ્ય રીતે કામગીરી કરી શકતી નથી. હું અંગત રીતે 1000 કિટ્સ સમગ્ર દેશના હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફને ડોનેટ કરી રહી છું. હું અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠાં કરવાની શપથ પણ લઉં છું. જો તમે આ ઉમદા કામમાં ફાળો આપશો તો હું તમને આભારનો એક પર્સનલ વીડિયો મેસેજ મોકલીશ.


કિટ્સમાં શું હશે , ખર્ચ કેટલો વગેરે વિશે માહિતી આપતા વિદ્યા બાલને કહ્યું કે, દરેક PPE કિટમાં કવરઓલ લેમિનેટેડ અને વોટરપ્રૂફ નાઇટ્રાલ ગ્લવ્ઝ, ગોગલ્સ, ફેસ શિલ્ડ, 3 પ્લાય સર્જિકલ માસ્ક અને શૂ કવર હશે. આ કિટની કિંમત 650 રૂપિયા છે અને આમાં લોજિસ્ટિક ખર્ચ અને ટેક્સ સહિત તમામ ખર્ચનો સમાવેશ થઇ જાય છે. ટ્રીંગની વેબસાઈટ પર જઈને તમે ડોનેટ કરી શકો છો. થોડા દિવસ પછી તમે ડોનેટ કરેલ કિટ કઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે તેની માહિતી શેર કરવામાં આવશે.

અગાઉ શાહરુખ ખાને મહારાષ્ટ્ર સરકારને કુલ 25,000 પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ કિટ્સ ડોનેટ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post