• Home
  • News
  • મુશ્કેલીમાં ફસાયા વિજય રાઝ:છેડતીના આરોપને કારણે વિજય રાઝ 'શેરની' ફિલ્મમાંથી બહાર, પ્રોડ્યુસર્સને 2 કરોડ રૂપિયાનું નુકસાન થશે
post

પહેલાં તો વિજય રાઝે પ્રોડક્શનના લોકો સામે તે મહિલાની માફી માગી પણ બે- ત્રણ દિવસ બાદ તેણે વિજય વિરુદ્ધ પોલીસ કેસ કરી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:29:49

છેડતીનો આરોપ લાગેલા બોલિવૂડ એક્ટર વિજય રાઝને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'શેરની'માંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. વિજયને હટાવવાની સ્થિતિમાં પ્રોડ્યુસર્સને દરરોજના હિસાબે 20 લાખ રૂપિયાનું નુકસાન છે. તે એટલા માટે કારણકે વિજય રાઝ ફિલ્મના પહેલા શેડ્યુઅલથી છે.

તેને કાઢ્યા બાદ ફિલ્મ રીશૂટ કરવી પડશે એટલે કે વિદ્યા બાલન સહિત અન્ય સ્ટાર્સે તે સીન રીક્રીએટ કરવા પડશે. વિજય રાઝ કુલ 22 દિવસથી શૂટિંગમાં હતા. આવામાં 2 કરોડ રૂપિયાનું નુકસાન થવું નક્કી છે. પ્રોડ્યુસર્સ પોતાના માથે કોઈપણ પ્રકારના વિવાદનો કલંક લગાવવા નથી ઇચ્છતા. એટલે જ વિજયને ફિલ્મમાંથી તાત્કાલિક હટાવી દેવાયો છે. તેને બદલે અન્ય સ્ટારને કાસ્ટ કરવામાં આવશે.

આસિસ્ટન્ટ ડિરેક્ટર વિક્ટિમ છે
સૂત્રોના જણાવ્યા મુજબ 13 દિવસ પહેલાં જ ફિલ્મનું બીજું શેડ્યુઅલ બાલાઘાટમાં શરૂ થયું હતું. પહેલું શેડ્યુઅલ લોકડાઉન પહેલાં ભૂતપલાસી ગામમાં 13 દિવસ માટે થયું હતું. 29 ઓક્ટોબરે બાલાઘાટની રેન્જર્સ યુનિવર્સિટીમાં સેટ પર પબ્લિકલી વિજય રાઝ પર એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે અયોગ્ય રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો. પહેલાં તો વિજય રાઝે પ્રોડક્શનના લોકો સામે તે મહિલાની માફી માગી પણ બે- ત્રણ દિવસ બાદ તેણે વિજય વિરુદ્ધ પોલીસ કેસ કરી દીધો.

વિજય રાઝે પીડિતાની માફી માગી
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વેનિટી વેનની અંદર બોલાવીને કે હોટલમાં બોલાવીને મોલેસ્ટ કરવાની નથી. સેટ પર વિજય રાઝે તે પીડિતાના ખભે હાથ રાખ્યો. વિજય રાઝની દલીલ છે કે આની પાછળ તેમના ખરાબ ઈરાદા ન હતા. પીડિતાના ઉંમરની તેમની દીકરી છે.

દીકરીની ઉંમરની કોઈ છોકરી સાથે આવું કરવાનું તે ક્યારેય સપનામાં પણ ન વિચારી શકે. તેમ છતાં જો પીડિતાને ખોટું લાગ્યું છે તો તેના માટે તે માફી માગે છે. પણ પીડિતા તેમને માફ ન કરી શકી.

ત્રણ દિવસ પછી તેણે વિજય પર પોલીસ કેસ કરી દીધો. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું કે આ ઘટનાથી વિદ્યા બાલન અને બાકીના સ્ટાર્સ શોકમાં હતા. જોકે, 'શો મસ્ટ ગો ઓન'ના આધારે શૂટિંગ ચાલતું રહ્યું.

વિજય રાઝને જામીન મળ્યા
ફરિયાદ બાદ મંગળવારે વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. વિજય વિરુદ્ધ IPCની કલમ 354 (સ્ત્રીની મર્યાદાનો ભંગ કરવો) હેઠળ કેસ ફાઈલ થયો હતો. અરેસ્ટના થોડા સમય બાદ વિજયને જામીન પર છોડી દેવાયા હતા.

દુબઈમાં ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયા હતા
આ પહેલાં વિજય રાઝ 2005માં દુબઇમાં ડ્રગ્સ રાખવાના આરોપમાં અરેસ્ટ થયા હતા. ત્યારબાદ જામીન પર છૂટી ગયા હતા.

'કૌઆ બિરયાની' સીનને કારણે ફેમસ થયા હતા
57
વર્ષીય વિજય રાઝ અભિષેક બચ્ચનની ફિલ્મ 'રન'માં 'કૌઆ બિરયાની' સીનને કારણે ઘણા જ ફેમસ થયા હતા. તેમની અમુક ચર્ચિત ફિલ્મોમાં 'ધમાલ', 'વેલકમ', 'દીવાને હુએ પાગલ, 'રઘુ રોમિયો', 'મુંબઈ એક્સપ્રેસ', 'બોમ્બે ટુ ગોવા' અને 'મોન્સૂન વેડિંગ' સામેલ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post