• Home
  • News
  • એક્ટ્રેસ ઝાયરા વસીમ સાથે ફ્લાઈટમાં છેડતી કરનાર આરોપી વિકાસ સચદેવાને ત્રણ વર્ષની સજા
post

ઝાયરા વસીમની 10 ડિસેમ્બર 2017ના રોજ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં છેડતી કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:47:56

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ જાયરા વસીમ સાથે ફ્લાઈટમાં ચેડા કરનાર વિકાસ સચદેવા(41)ને મુંબઈના ડિંડોશી કોર્ટે બુધવારે ત્રણ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે વિકાસને પોક્સો એક્ટની કલમ 8 અને 354 હેઠળ આરોપી જાહેર કર્યો છે. ઝાયરાએ 10 ડિસેમ્બર 2017ના રોજ વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં દિલ્હીથી મુંબઈની મુસાફરી કરી હતી. દરમિયાન વિકાસ સચદેવાએ ફ્લાઈટમાં જાયરાની છેડતી કરી હતી.

ઝાયરાએ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
જ્યારે ઝાયરા સાથે છેડતી કરાઈ ત્યારે તે 17 વર્ષની હતી. જાયરાએ છેડતીનો ખુલાસો ટ્વીટર પર વીડિયો શેર કરીને કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી વિકાસ સચદેવાને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. જો કે, થોડા સમય બાદ વિકાસને જામીન મળી ગયા હતા.

એક વ્યક્તિએ મારી યાત્રાને નર્ક બનાવી દીધીઃ ઝાયરા
ઝાયરાએ વીડિયોમાં કહ્યું હતું કે, ‘એક વ્યક્તિએ મારી અઢી કલાકની યાત્રાને નર્ક બનાવી દીધી હતી. હું ઘટનાને ફોનમાં રેકોર્ડ કરવા માંગતી હતી, પણ લાઈટ ઓછી હોવાને કારણે શક્ય બન્યું. પાછળ બેસેલો વ્યક્તિ વારંવાર તેના પગ ઉપર નીચે કરી રહ્યો હતો. ક્યારેક ગળા પર તો ક્યારેક પીઠને અડવાનો પ્રયાસ કરી રહ્યો હતો

મારા પતિ નિર્દોષઃ આરોપીની પત્ની
ઘટના અંગે આરોપીની સચદેવાની પત્નીએ કહ્યું કે, ‘મારા પતિ નિર્દોષ છે. તેમનો છેડતી કરવાનો કોઈ ઈરાદો નહોતો. અમારા પરિવારમાં એક જવાન વ્યક્તિનું મોત થયું હતું, ત્યાં મારા પતિ ગયા હતા. મારા પતિએ છેલ્લા 24 કલાકથી ઊંઘ પુરી નહોતી કરી. તેમણે ફ્લાઈટમાં સૂતી વખતે તેમના પગ ઉપર કરી લીધા હતા, તેમનો શોષણ કરવાનો કોઈ ઈરાદો હતો.’

 

 

adv

Related News

post
post
post
post
post
post
post