• Home
  • News
  • 'વિક્રમ વેધા'ની બોક્સ ઓફિસ કલેક્શનની ચમક ફિક્કી:ફિલ્મનું ઓપનિંગ કલેક્શન 10 કરોડ, વીકએન્ડ પર સારા કલેક્શનની આશા
post

હવે બોક્સ ઓફિસ પર 'વિક્રમ વેધા'ના ઓપનિંગ કલેક્શન વિશે વાત કરવામાં આવે તો ફિલ્મની શરૂઆત અપેક્ષા કરતાં ધીમી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:03:18

સૈફ અલી ખાન અને હૃતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'વિક્રમ વેધા' રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મમાં સૈફ અલીની હૃતિક રોશન સાથે જ ટક્કર જોવા મળે છે. વિક્રમ વેધા સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ પુષ્કર-ગાયત્રી દ્વારા લખાયેલી અને નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગી રહ્યું હતું કે ફિલ્મનો ક્રેઝ જબરદસ્ત હશે, પરંતુ ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન સારું રહ્યું નથી.

ફિલ્મની ધીમી શરૂઆત
હવે બોક્સ ઓફિસ પર 'વિક્રમ વેધા'ના ઓપનિંગ કલેક્શન વિશે વાત કરવામાં આવે તો ફિલ્મની શરૂઆત અપેક્ષા કરતાં ધીમી રહી છે. જોકે ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે અને થિયેટરોના શરૂઆતના શો જોઈને પરત ફરેલા લોકો પણ એની પ્રશંસા કરી રહ્યા છે. શનિવારે 'વિક્રમ વેધ' માટેનું એડવાન્સ બુકિંગ પણ આ દિશામાં ઈશારો કરી રહ્યું છે.

'વિક્રમ વેધા'નું ઓપનિંગ કલેક્શન
ફિલ્મના ઓપનિંગ કલેક્શન પરથી અનુમાન લગાવવામાં આવે છે કે ફિલ્મે શુક્રવારે બોક્સ ઓફિસ પર લગભગ 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે આમાં એક સારી વાત એ છે કે શુક્રવારે 'વિક્રમ વેધ' માટે એડવાન્સ બુકિંગથી ગ્રોસ કલેક્શન રૂ. 2.97 કરોડ હતું, એટલે કે ફિલ્મ જોવા આવેલા વોક-ઈન ઓડિયન્સ ખૂબ જ સારું હતું, ત્યારે જ કલેક્શન 10 કરોડને પાર કરી ગયું છે.

2022માં બોલિવૂડ ફિલ્મોનું ટોપ ઓપનિંગ લિસ્ટ

1.    બ્રહ્માસ્ત્ર : 36 કરોડ

2.    ભુલભુલૈયા-2 : 14.11 કરોડ

3.    બચ્ચન પાંડે : 13.25 કરોડ

4.    લાલ સિંહ ચઢ્ઢા : 11.70 કરોડ

5.    સમ્રાટ પૃથ્વીરાજ : 10.70 કરોડ

6.    વિક્રમ વેધા : 10.70 કરોડ

7.    ગંગુબાઈ કાઠિયાવાડી :10.50 કરોડ

8.    શમશેર : 10.25 કરોડ

9.    જુગજુગ જીઓ : 9.28 કરોડ

10.                       રક્ષાબંધન : 8.20 કરોડ

'વિક્રમ વેધા'4000થી વધુ સ્ક્રીન પર રિલીઝ
હૃતિક અને સૈફની ફિલ્મના ઓપનિંગ કલેક્શનનો પ્રારંભિક અંદાજ જણાવે છે કે ફિલ્મે શુક્રવારે બોક્સ ઓફિસ પર લગભગ 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અંતિમ આંકડા આના કરતાં થોડા સારા હોઈ શકે છે, પરંતુ બહુ તફાવત માટે થોડી જગ્યા છે. જોકે આમાં એક પોઝિટિવ વાત એ છે કે શુક્રવારે 'વિક્રમ વેધ' માટે એડવાન્સ બુકિંગથી ગ્રોસ કલેક્શન રૂ. 2.97 કરોડ હતું.

ફિલ્મ 'વિક્રમ વેધા'ની સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો પોલીસ અને ગેંગસ્ટરની વાર્તા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક સખત પોલીસના રોલમાં છે, જ્યારે હૃતિક રોશન ગેંગસ્ટરના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિક્રમ છે અને હૃતિક રોશનનું નામ વેધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post