• Home
  • News
  • ગામડાંએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ ખીલવ્યું, જાણો કઈ તાલુકા પંચાયતમાં કોને કેટલી બેઠક મળી
post

231 તાલુકા પંચાયતોની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 10:05:46

231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો 196 તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને ફાળે માત્ર 33 તાલુકા પંચાયતો આવી છે. આમ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી છે. જ્યારે અપક્ષોનો 115, બસપાનો 4 અને અન્યોનો 16 સીટ પર વિજય થયો છે.

231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપના 111, કોંગ્રેસના 5, અન્યને 1 મળીને કુલ 117 બેઠકબિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.84 ટકા જેટલું મતદાન થયું હતું. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે તાલુકા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post