• Home
  • News
  • Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં નવી સિદ્ધિ મેળવી, બન્યો ભારતનો છઠ્ઠો ક્રિકેટર
post

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7500 રન પૂરા કરી લીધા છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 42મો અને ભારતનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન આ રન પૂરા કર્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 11:35:04

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ  (ICC World Test Championship Final) મેચમાં વિરાટ કોહલીએ (Virat Kohli) વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. 

કોહલીએ પૂરા કર્યા 7500 રન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના ટેસ્ટ કરિયરમાં 7500 રન પૂરા કરી લીધા છે. આ મુકામ હાસિલ કરનાર તે ભારતનો છઠ્ઠો ક્રિકેટર બની ગયો છે. કોહલીએ 92 ટેસ્ટ મેચ અને 154 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 

સૌથી ઓછી ઈનિંગમાં 7500 રન પૂરા કરનાર ભારતીય ક્રિકેટર
144
ઇનિંગ્સ: સચિન તેંડુલકર
144
ઇનિંગ્સ: વીરેન્દ્ર સહેવાગ
148
ઇનિંગ્સ: રાહુલ દ્રવિડ
154
ઇનિંગ્સ: વિરાટ કોહલી
154
ઇનિંગ્સ: સુનીલ ગાવસ્કર

 હવે સેહવાગનો રેકોર્ડ નિશાના પર
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 7500 રનના આંકડાને પાર કરનાર વિશ્વનો 42મો ખેલાડી બની ગયો છે. પોતાના ટેસ્ટ કરિયરમાં કોહલીએ અત્યાર સુધી 27 સદી અને 25 અડધી સદી ફટકારી છે. વિરાટના નિશાને હવે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ છે. જેણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 8503 રન બનાવ્યા છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ભારતીય ક્રિકેટર
15921
રન: સચિન તેંડુલકર
13265
રન: રાહુલ દ્રવિડ
10122
રન: સુનીલ ગાવસ્કર
8781
રન: વીવીએલ લક્ષ્મણ
8503
રન: વીરેન્દ્ર સેહવાગ
7500+
રન: વિરાટ કોહલી

 

adv

Related News

post
post
post
post
post
post
post