• Home
  • News
  • બેટ ચલાવ્યા વગર કોહલીએ બનાવ્યો રેકોર્ડ:એમએસ ધોની, ગૌતમ ગંભીરની એલીટ ક્લબમાં સામેલ થયો વિરાટ કોહલી, કપ્તાન તરીકે 150 T-20 મેચ રમનાર ત્રીજો ભારતીય બન્યો
post

કોહલીએ 113 T-20માં બેંગલોરની અને 37 T-20માં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 09:43:27

સોમવારે IPL-13ની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું. મુંબઈ સામે બેંગલોરના કપ્તાન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર શાંત રહ્યું અને તે 3 રન બનાવીને આઉટ થયો. જોકે, તેમ છતાં કોહલી એક ખાસ ક્લબમાં સામેલ થયો છે. ટોસ માટે મેદાન પર આવ્યાની સાથે જ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે મહેન્દ્રસિંહ ધોની, ગૌતમ ગંભીરના એલીટ ક્લબમાં સામેલ થયો છે.

કપ્તાન તરીકે 150 T-20 મેચ
2013
માં RCBનો કપ્તાન બનનાર કોહલી, કપ્તાન તરીકે 150 T-20 મેચ રમનાર ત્રીજો ભારતીય બની ગયો છે. તેમાં ઇન્ટરનેશનલ T-20નો પણ સમાવેશ થાય છે. કપ્તાન તરીકે સૌથી વધુ T-20 રમનાર ખેલાડીઓની સૂચિમાં ધોની ટોપ પર છે. ધોનીએ 273 T-20માં કપ્તાની કરી છે. તે આ સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સની કપ્તાની કરી રહ્યો છે. લીગ સમાપ્ત થાય ત્યાં સુધીમાં કપ્તાન તરીકે તેની 284 મેચ થઇ જશે.

સૌથી વધુ T-20 મેચ રમનાર ખેલાડીઓની લિસ્ટમાં ગૌતમ ગંભીર દુનિયાનો ત્રીજો અને ભારતનો બીજો ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝનો ડેરેન સેમી આ સૂચિમાં બીજા સ્થાને છે. ગંભીર T-20માં ભારતની કપ્તાની કરી શક્યો નથી, પરંતુ તેણે સ્ટેટ ટીમ દિલ્હી, દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની કપ્તાની કરી છે.

કોહલીએ પોતાના 12 વર્ષની કરિયરમાં બે ટીમોની કપ્તાની કરી છે. તેણે RCB સાથે પોતાના કપ્તાની કરિયરની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં 113 મેચમાં ટીમને લીડ કરી ચુક્યો છે. તેણે 37 ટીમમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post