• Home
  • News
  • રંગભેદ વિરૂદ્ધની લડતને વિરાટ સેનાએ ઘુંટણીયે બેસી સમર્થન આપ્યું, અગાઉ આફ્રિકન-વિંડિઝ પ્લેયર્સે આજ રીતે સમર્થન આપ્યું હતું
post

ટી-20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ અગાઉ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં પણ ખેલાડીઓએ રંગભેદ સામે ઘૂંટણ પર બેસેલા નજરે આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-25 10:18:32

ટી-20 વર્લ્ડકપ 2021માં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ખેલાડીઓએ રંગભેદ વિરુદ્ધની લડાઈમાં સમર્થન આપ્યું હતું. ઈન્ડિયન પ્લેયર્સ એક ઘુંટણ પર બેસેલા નજરે આવ્યા હતા. આ અગાઉ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મેચ દરમિયાન પણ ખેલાડીઓએ આવું કર્યું હતું. આ વિશે સવાલ પૂછતા ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કહ્યું હતું કે ખેલાડીઓ આ આંદોલન સાથે છે. તેણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રિય અને વૈશ્વિક સ્તરે ફેરફાર લાવવાના આ આંદોલનમાં અમે ભાગ લેવા માગીએ છીએ.

ગત વર્ષની શરૂઆતમાં પણ ઘરઆંગણાની શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાનને સમર્થન આપ્યું હતું. ટી-20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ અગાઉ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં પણ ખેલાડીઓએ રંગભેદ સામે ઘૂંટણ પર બેસેલા નજરે આવ્યા હતાં.

અશ્વેત ફ્લોઈડના મોતથી આ અભિયાન શરુ થયું હતું
લગભગ દોઢ વર્ષ પહેલાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. આ પછી વિશ્વભરમાં 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાન શરૂ થયું હતું. ફ્લોઇડને 25 મે, 2020ના રોજ મિનેપોલિસ શહેર પોલીસે છેતરપિંડીના આરોપમાં પકડ્યો હતો.

આ દરમિયાન પોલીસ અધિકારીઓએ તેને હાથકડી પહેરાવીને જમીન પર ઊંધો સૂવડાવી દીધો હતો અને લગભગ નવ મિનિટ સુધી પોલીસે પોતાના ઘૂંટણથી તેની ગરદન દબાવી દીધી હતી. આનાથી જ્યોર્જનો શ્વાસ અટકી ગયો અને તેનું મૃત્યુ થયું. આ પછી 40થી વધુ શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post