• Home
  • News
  • ગુજરાતીઓના ઘરમાં વર્ચ્યુઅલ ગરબા, દુબઈ અને ઓસ્ટ્રેલિયાથી પણ ખેલૈયાઓ ઓનલાઇન ગરબે ઘૂમ્યા
post

અમદાવાદના યુવકોએ ભેગા મળી ઓનલાઇન ગરબાનું પોતાના ખર્ચે આયોજન કરી ઘરમાં ગરબા રમાડ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:58:56

કોરોના મહામારીના કારણે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ગરબા માટે જાણીતા ગુજરાતીઓએ ગરબાની રમઝટ ઓનલાઇન માણી છે. પાર્ટીપ્લોટમાં કે જાહેરમાં શેરી ગરબા ન થઈ શકે તો ઘરમાં જ ચણિયાચોળી પહેરી ગરબા રમી નવરાત્રિ માણી રહ્યા છે. અમદાવાદમાં ધ બિગ પિક્ચર નામે યુવકોએ પોતાના ખર્ચે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં ડીજે પૃથ્વીના તાલે ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર ગરબા રમ્યા હતા.

ઝૂમ એપથી 130 લોકો ઓનલાઇન ગરબામાં જોડાયા
ડીજે પૃથ્વી શાહે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. જેથી ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર મોટા પડદે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 લોકો ઓનલાઇન જોડાયા હતા. 250 જેટલા લોકો તેમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમ્યા હતા. ડીજેની ફુલપ્રુફ સાઉન્ડ સિસ્ટમના તાલે ગરબા લોકો રમ્યા હતા. ગરબામાં માત્ર અમદાવાદ, રાજકોટ અન્ય શહેરોના જ નહીં પરંતુ દુબઇ અને ઓસ્ટ્રેલિયાથી પણ લોકો જોડાયા હતા. દુબઈના એક અને ઓસ્ટ્રેલિયાના બે ફેમિલી જોડાયા હતા.

યુવતી તેની બહેન અને માટી સાથે વર્ચ્યુઅલ ગરબામાં ભાગ લીધો
વર્ચ્યુઅલ ગરબામાં ભાગ લેનાર ખેલૈયા રિયા શાહે જણાવ્યું હતું કે, મને ગરબાનો બહુ જ શોખ છે. ગરબાની શરૂઆતથી લઈ જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી હું ગરબા રમું છું. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ વર્ચ્યુઅલ ગરબા કર્યા છે. ઓનલાઇન ઝૂમ પર ડીજેના તાલે મારી બહેન અને માતા સાથે જોડાઈ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરમાં જ ગરબા રમ્યા હતા. પાર્ટીપ્લોટમાં ગરબા રમવાની મજા કંઈક અલગ જ હોય છે પરંતુ વર્ચ્યુઅલ ગરબામાં પણ ખૂબ જ મજા આવી હતી.

ગરબા રમવા જ હતા એટલે ઓનલાઈન ગરબામાં ભાગ લીધો
અન્ય ખેલૈયા જીયા પંડ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષે ગરબા રમતા હોઈએ છીએ તેના કરતાં અલગ અનુભવ હતો. ડીજેના તાલ પર ગરબા રમ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને લઈ ગરબા કરવાની પરમિશન નથી પરંતુ ગરબા રમવા હતા માટે ઓનલાઇન ગરબામાં ભાગ લીધો હતો અને ઘરમાં ગરબા રમ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post