• Home
  • News
  • વિશાલ ખંડણી માટે સાબરમતી જેલમાંથી વોટ્સએપ-VOIP એપથી કોલ કરતો, બોપલ અને આંગડિયાવાળા અજયભાઈનો ઉલ્લેખ
post

વેપારીઓ પાસેથી આંગડિયા પેઢી મારફતે ખંડણીના પૈસા લઈ જતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:57:35

અમદાવાદઃ ખંડણીખોર વિશાલ ગોસ્વામી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે. કેસમાં વિશાલ અને તેની ગેંગના અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે અભય ગોસ્વામી, તથા રીન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ઉર્ફે રામવીર ઉર્ફે રાજેશ ગોસ્વામી, જયપુરી રવિન્દ્રપુરી ગોસ્વામી, સુરજ પ્રિતમપુરી ગોસ્વામીની સંડોવણી બહાર આવી છે. તમામ ખંડણીખોરોએ ડિસેમ્બરથી ખંડણી ઉઘરાવવાની શરૂ કરી હતી. તેમજ એક બીજા સાથેની વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી હતી. તેમજ વિશાલ જેલમાં બેઠા બેઠા વોટ્સએપની સાથે સાથે VOIP એપ્લિકેશન દ્વારા વેપારીને કોલ અને મેસેજ કરી ખંડણીની માંગ કરતો હતો. વાતચીતમાં બોપલમાંથી ખંડણી ઉઘરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ આંગડિયા વાળા અજયભાઈ નામનો પણ ઉલ્લેખ છે.


મોબાઈલ નંબર સર્વેલન્સ પર મુકતા સાબરમતી જેલમાંથી વાતચીત થતી હોવાનો ખુલાસો
તમામ શખ્સો સાથે મળીને અમદાવાદ શહેરના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા વોટ્સએપ કોલ અને મેસેજ કરીને ધમકી આપતા હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે વિશાલ ગોસ્વામી સાબરમતી જેલમાંથી કેટલાક મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો. જેને પગલે મોબાઈલ નંબર સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા. જેમાં મોબાઈલ નંબરનો વિશાલ રામેશ્વરપુરી ગોસ્વામી, તેના ભાઈઓ અજય રામેશ્વરપુરી ગોસ્વામી, બિજેન્દ્ર રામેશ્વરપુરી ગોસ્વામી અને તેનો સાળો રિન્કુ ગોસ્વામી તથા તેના ભાણેજો સુરત પ્રિતમપુરી ગોસ્વામી અને જયપુરી ગોસ્વામીનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો હતો.

તમામ શખ્સોની ગતિવિધિ અંગે ટેકનિકલ સર્વેલન્સના આધારે 6 જાન્યુઆરીના સિક્રેટ ઈન્ફર્મેશન રજીસ્ટરમાં ખુલાસો થયો હતો કે, વિશાલ રામેશ્વરપુરી ગોસ્વામી પરથી ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. તેમજ તે વોટ્સએપની સાથે સાથે VOIP એપ્લિકેશન દ્વારા વેપારીને કોલ અને મેસેજ કરી ખંડણીની માંગ કરતો હતો.


22
ડિસેમ્બર, 2019

વિશાલઃ ઉઠ ગયા
સુરજઃ હા
વિશાલઃ જરા જા ઉસકે વહા
સુરજઃ જાતા હું
વિશાલઃ 50 હજાર લે લેના**** સે
સુરજઃ લેટ જાઉ તો ચલે
વિશાલઃ ફોન કર લેના
સુરજઃ ઠીક હૈ

21 ડિસેમ્બર, 2019

બિજેન્દ્રઃ હેલ્લો
વિશાલઃ ફોન આયા કોઈ
બિજેન્દ્રઃ બોપલ સે આયા થા 25, દુસરા
વિશાલઃ ઔર દો બજે કલ ઘર ગયે થે વહા ભેજ દેના
બિજેન્દ્રઃ પહેલે બોપલ ભેજુ કે વહા ભેજુ
વિશાલઃ કહી ભી ભેજ, 50 વહા સે લે લેના ઔર 25 વહા સે લે લેના ઔર સન્ડે કો આયેંગ 25
બિજેન્દ્રઃ ઠીક હૈ

25 ડિસેમ્બર, 2019
વિશાલઃ કલ શામ કો પૈસે આયે થે? 50,000
બિજેન્દ્રઃ નહિ આયે ભાઈ, સુબહ 25000 આયે
વિશાલઃ મેં બોલતા હું દુસરા એક 10000/અવિનાશ કો ફોન કર કે ભેજ દેના
બિજેન્દ્રઃ ઠીક હૈ
25
ડિસેમ્બર, 2019

બિજેન્દ્રઃ અજયભાઈ આંગડિયા વાળાને ફોન કરીને કહેજો કે બિજેન્દ્રભાઈના નામે આપી દે
અજયઃ મેં સંજયભાઈના નામે કરાવ્યું છે અને તમારો નંબર આપ્યો છે
બિજેન્દ્રઃ મારી નિકનેમ છે સંજયભાઈ, તમે માધુપુરા નખાવ્યા હોત તો ત્યાં મારે આઈડીની જરૂર નથી
અજયઃ મને એવુ કીધું કે માધુપુરા રમેશ કાંતિ નથી.
બિજેન્દ્રઃ દરિયાપુર હશે
અજયઃ સંજયભાઈ, આગળ મેસેજ આપી દીધો છે અંદર
બિજેન્દ્રઃ હા આંગડિયામાં વાત કરાવું?

6 જાન્યુઆરી, 2020
બિજેન્દ્રઃ અસર ખરાબ જાયેગા કી ઉસને કામ કરકે નહીં દિયા ઈસલિયે
વિશાલઃ તુ દેખ લે પતા નહિ ક્યા હૈ ક્યા નહિ
બિજેન્દ્રઃ બોલ રહા હું ભાઈ ખર્ચા હોગા, કરના પડેગા, અભીતક કોઈ બોલા નહીં...વકીલો કો ભી પૈસા દે દીયા ઔર યે પૈસા દીયા હી હૈ મેરે સામને 3,50,000 દિયા હૈ ઉસકો
વિશાલઃ તે સામને દિયા તો બોલા નહિ
બિજેન્દ્રઃ કયા બોલુ ફોન ઉઠાવે તો બોલુને** ઘર પે નહીં મિલ રહા હૈ
વિશાલઃ સોદા પાડ દો ફિર
બિજેન્દ્રઃ સોદા તો પડ ગયા હૈ, સોદે મેં તો કોઈ તકલીફ નહીં હૈ, એકાદ દિન મેં પીસી પટેલ કો ડાયરેક્ટ બાત કર લેની થી, ઉપર કે પૈસેસ ઉસ હિસાબ સે મેં બોલુ જબ
વિશાલઃ ઠીક હૈ
બિજેન્દ્રઃ એકાદ દિન મેં રાજીખુશી બાત કર લો ને, બાદ કી બાત બાદ મેં
વિશાલઃ .....
બિજેન્દ્રઃ તો ક્યા હૈ, ઉસસે થોડા ફર્ક પડેગા, તુમ ઉસકો દે દોગેને...કી ભાઈ હમ બેઠે હૈ ટેન્શન મત કરો
વિશાલઃ 
બિજેન્દ્રઃ પીછે કે સોદે કે લીયે તો 1,2 સીઆર તો ફોન કરને પે રેડી હો જાયેગા, માલુમ હૈ તુમ્હે
વિશાલઃ 
બિજેન્દ્રઃ .... .... રેડી હો જાયેગા, ઈતના ફટ્ટુ હૈ
વિશાલઃ બોલતા હું


3
ડિસેમ્બરની રાત્રે અમદાવાદના વેપારીને આંતરી બંધૂક કાઢી ધમકી આપી


દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને અમદાવાદના એક વેપારી તરફથી અરજી મળી. અરજીમાં તેમણે જણાવ્યું કે, 3 ડિસેમ્બર 2019ની રાત્રે તેઓ જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા કેટલાક શખ્સોએ તેમને રોક્યા અને બાઈક પાછળ બેઠેલો શખ્સ નીચે ઉતરીને નજીક આવવા લાગ્યો. તેણે તેના પોકેટમાંથી બંધૂક કાઢી. જેને પગલે ડરેલો વેપારી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા. ત્યાર બાદ બીજા દિવસે 4 ડિસેમ્બર 2019ના રોજ અજાણ્યા ફોન નંબર પરથી રાત્રે 1 વાગ્યે અને 18 મિનિટ તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો.


રાત્રે માત્ર ટ્રેલર જોયું છે, ટૂંક સમયમાં ફિલ્મ પણ જોઈશ, આફ્રિકાથી ભાઈનો કોલ આવશે


મેસેજમાં લખ્યું હતું કે, તે રાત્રે માત્ર ટ્રેલર જોયું છે, ટૂંક સમયમાં ફિલ્મ પણ જોઈશ અને જો તું કોઈને ફરિયાદ કરીશ તો તને પુરી ફિલ્મ જોવા મળશે. તને આફ્રિકાથી ભાઈનો કોલ આવશે અને હવે તારો વારો છે.


ભાઈ તને બે દિવસમાં કોલ કરશે


મેસેજ બાદ રાત્રે 1 વાગ્યે અને 21 મિનિટે વધુ એક મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું કે, ભાઈ તને બે દિવસમાં કોલ કરશે, ત્યાં સુધી તું સલામત છો અને 1 વાગ્યે અને 23 મિનિટે વધુ એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે તું ત્યાં સુધી તારું કામ કરી શકીશ કોઈ વાંધો નહીં.


ત્યાર બાદ જે નંબર પરથી ફોન આવ્યો તેનો કયા ઈન્સ્ટ્રુમેન્ટમાંથી ઉપયોગ થાય છે તે અંગે IMEI નંબર પરથી જાણ થઈ. નંબરનું વધુ એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે, મોબાઈલ ફોન પરથી બીજા એક સિમકાર્ડનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. મોબાઈલનો કોલ ડેટા કઢાવતા તેનું લોકેશન બિઝનેસમેનના બિઝનેસ સ્થળ પરની આસપાસ મળ્યું. તેમજ મોબાઈલ નંબર પર સાબરમતી જેલમાંથી સતત એક મોબાઈલ નંબર સંપર્કમાં છે. તેમજ એનાલિસસ બાદ મોબાઈલ નંબરનો વિશાલ ગોસ્વામી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું.


હોલિડે ફિલ્મના આતંકવાદીની એમઓ વિશાલે 1 વર્ષથી અપનાવી
એક વર્ષથી વિશાલ ગોસ્વામીએ જેલમાંથી ફરીથી ખંડણીનું નેટવર્ક નવી મોડસ ઓપરેન્ડીથી શરૂ કર્યું હતું. હોલિડે ફિલ્મની જેમ વિશાલ જેને પણ ટાર્ગેટ કરતો તે વેપારીના ધંધાના સ્થળ ઉપરાંત તેનું ઘર,તેની પત્ની અને સંતોનોની પાછળ પણ માણસો ગોઠવી દેતો. પછી જ્યારે જ્યારે તેમની પત્ની કે સંતાનો બહાર નીકળે ત્યારે તે વેપારીને વોટસએપ કોલ અને વિડીયો કોલ કરી પત્નીનું લોકેશન કહેતો અને ધમકી આપતો કેભગવાન કે પાસ ભેજ દું, યા ઘર વાપસ જાને દુ’. પછી વેપારી તેની પત્નીને ફોન કરે ત્યારે વિશાલે કહેલુ લોકેશન મળતાં વેપારી ચોંકી જતા હતા. ડરના કારણે વેપારીઓ પોલીસ કે તેમના નજીકના લોકોને પણ ખંડણીની જાણ કરતા નહીં અને વિશાલ માંગે તેટલા પૈસા તેના માણસોને આપી દેતા હતા.


ગુજસીટોકમાં મોતની પણ સજા થઈ શકે
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરેઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ 2015માં આરોપીને 10 વર્ષથી માંડી મોતની સજાની જોગવાઈ છે. કેસ હેઠળ ગુનો નોંધતા પહેલાં એજન્સીએ પુરાવા ભેગા કરીને સરકારની મંજૂરી લેવી પડે છે. એક્ટ મુજબ કોઈપણ આરોપી સામે 10 વર્ષમાં ત્રણ વર્ષથી વધુની સજાવાળા ગુના હેઠળ બે ચાર્જશીટ થયેલી હોવી જોઈએ. વિશાલ ગોસ્વામીના કેસમાં તેની સામે કુલ 51 ગુના છે અને 2 ચાર્જશીટ પણ થયેલી છે. પુરાવા ભેગા કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post