• Home
  • News
  • સ્ટેડિયમમાં આવનારાને 3 ટાઈમ ફ્રૂટ-સેન્ડવિચનો નાસ્તો અપાશે
post

જિલ્લામાંથી આવનારા લોકો માટે 600 બસની વ્યવસ્થા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 11:47:43

અમદાવાદઃ ટ્રમ્પના કાર્યક્રમમાં આવનાર અમદાવાદ જિલ્લાના લોકોને ફ્રૂટ સહિત ત્રણ ટાઇમ નાસ્તો આપવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર લોકો માટે જિલ્લામાં 600 જેટલી બસોમાં 1800 સુપરવાઇઝર ફરજ બજાવશે અને તેઓની વ્યવસ્થામાં 300 જેટલા ફેસિલિટી સ્વયંસેવકો સ્ટેડિયમમાં ખડેપગે રહેશે. તેઓ બસમાં આવનાર લોકોને સ્ટેડિયમમાં લઇ જવા ઉપરાંત બેસાડવાની પણ વ્યવસ્થા કરશે. તેમના માટે ડ્રેસ કોડ રખાય તેવી શક્યતા છે.

લોકોને ફ્રૂટ અને નાસ્તો આપવામાં આવશે
અમદાવાદ જિલ્લાના ઉચ્ચઅધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ જિલ્લામાંથી બસોમાં આવનારા 35 હજારથી વધુ લોકોને બસમાં બેસાડતી વખતે, બસ અમદાવાદ આવે ત્યારે અને પરત જતી વખતે ફ્રૂટ અને નાસ્તો અપાશે. નાસ્તામાં સેન્ડવિચ કે સમોસા અથવા અન્ય કોઈ ચીજ હોઈ શકે છે. ટ્રમ્પ-મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા સ્ટેડિયમમાં આવનારા લોકોએ પોતાનું ફોટો આઇકાર્ડ સાથે રાખવું પડશે.

સ્ટેડિયમના સ્વયંસેવકોને ટ્રેનિંગ અપાશે
સ્વયંસેવકો અને સુપરવાઇઝરો મળી અંદાજે 2100 સભ્યોને ટ્રેનિંગ અપાઈ રહી છે. મંગળવારથી સ્ટેડિયમમાં એક દિવસ માટે માસ્ટર ટ્રેનર વિશેષ તાલીમ આપશે. તેમને સીટ સુધી લઇ જવા સહિત પાણી, છાશ અને અન્ય સુવિધાઓ સ્ટેડિયમમાં કયાં છે, તેની જાણકારી પૂરી પડાશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post