• Home
  • News
  • વિવેક અગ્નિહોત્રીને 'કાશ્મીર ફાઇલ્સ' ફળી:મુંબઈમાં 17.92 કરોડનું નવું ઘર ખરીદ્યું, 3258 સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે
post

રિપોર્ટ્સ પ્રમાણે, બિલ્ડિંગના 30મા માળે વિવેકે ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 3258 સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 19:22:40

મુંબઈ: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રા અને પલ્લવી જોષીએ હાલમાં જ મુંબઈના અંધેરીમાં આલીશાન અપાર્ટમેન્ટ લીધું છે. આ અપાર્ટમેન્ટની કિંમત 17.92 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિવેક આ ફ્લેટ માટે 1.07 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

વિવેકનો નવો ફ્લેટ 3258 સ્ક્વેર ફુટનો
રિપોર્ટ્સ પ્રમાણે, બિલ્ડિંગના 30મા માળે વિવેકે ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 3258 સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે અને ત્રણ કાર પાર્કિંગ સ્લૉટ પણ મળ્યા છે. કહેવાય છે કે આ ફ્લેટની વેલ્યુ પ્રતિ સ્ક્વેર ફુટ 55 હજાર રૂપિયા છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અસલી ઓળખ મળી
વિવેક અગ્નિહોત્રી કરિયરની શરૂઆતમાં ટીવી સિરિયલ્સ ડિરેક્ટ કરતો હતો. 2005માં તેણે ફિલ્મ 'ચોકલેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ તેને અસલી ઓળખ 2022માં આવેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી મળી હતી.

ફિલ્મે 340 કરોડથી વધુનો બિઝનેસ કર્યો
વિવેકની ફિલ્મ કોરોનાકાળ પછી રિલિઝ થઈ હતી. આ ફિલ્મ 11 માર્ચ, 2022માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1990માં કાશ્મીર પંડિતોના પલાયન પર આધારિત છે. 15-20 કરોડમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 340 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post