• Home
  • News
  • વિવેક અગ્નિહોત્રીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું:ડિરેક્ટરે પ્રિયંકાને સલાહ આપી હતી કે, 'કરનની ફિલ્મમાં એક્ટિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ'
post

પરિવારથી આટલો જ પ્રેમ છે તો ગાંધી પરિવાર ફિલ્મમાં કામ કરે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:38:19

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર ડિરેક્ટરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું. સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ આ તકે કહ્યું હતું કે, તેમના પરિવારે પોતાના લોહીથી આ દેશમાં લોકશાહીનો પાયો નાખ્યો છે.

આ જ નિવેદન પર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, જો પ્રિયંકા તેના પરિવાર સાથે આટલી જ જોડાયેલી છે, તો તેણે કરન જોહરની ફિલ્મમાં કામ કરવું જોઈએ. વિવેકે વધુમાં કહ્યું હતું કે, હવે વિક્ટિમ કાર્ડ રમીને જ કેસનો બચાવ કરી શકાય છે.

પ્રિયંકાએ કહ્યું કે, અમારો પરિવાર દેશ માટે શહીદ થયો
રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'અમે આજ દિવસ સુધી મૌન રહ્યા છીએ, તમે અમારા પરિવારનું અપમાન કર્યું છે. હું પૂછું છું કે તમે માણસનું કેટલું અપમાન કરો છો. મારો ભાઈ પીએમ પાસે ગયો, તેને ગળે લગાડ્યો અને કહ્યું કે મને તારાથી નફરત નથી.'

અમારી વિચારધારા અલગ છે, પરંતુ અમારી નફરતની વિચારધારા નથી. શું ભગવાન રામ અને પાંડવ પરિવારવાદી હતા? જો આપણો પરિવાર દેશ માટે શહીદ થયો હોય તો શું આપણે શરમ અનુભવવી જોઈએ? અમે દેશની લોકશાહીને બચાવવા માટે અમે કંઈ પણ કરીશું.

પરિવારથી આટલો જ પ્રેમ છે તો ગાંધી પરિવાર ફિલ્મમાં કામ કરે
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, કુટુંબ, કુટુંબ અને કુટુંબ, તમે કર્યું શું છે? જો તમને તમારા પરિવારથી આટલો ખોટો પ્રેમ છે, તો હું સલાહ આપીશ કે ગાંધી પરિવાર કરન જોહરની ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરે. ઓછામાં ઓછું તે મૂવી કૌટુંબિક ઇકોસિસ્ટમ સાથે તો મેળ ખાશે. પરંતુ કરન જોહર વિશે તમે શું જાણો છો?

એવા ઘણાં સ્ટાર્સ છે જે ગાંધી પરિવારની નજીક છે- વિવેક
વિવેક અગ્નિહોત્રીને ટાઇમ્સ લિટ ફેસ્ટમાં ભાજપ અને પીએમ મોદી સાથેની તેમની નિકટતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિવેકએ કહ્યું કે, બોલિવૂડના ઘણા લોકો મને પસંદ નથી કરતા. તેઓ કહે છે કે હું મોદીને ટેકો આપું છું. તેઓ એમ પણ કહે છે કે હું રાજકીય ફિલ્મો જ કરું છું.

હું પૂછું છું કે જ્યારે બોલિવૂડના લોકો રાજકારણીઓ સાથે સંપર્કમાં ન હતા. તે સમયે શું અમિતાભ બચ્ચન રાજીવ ગાંધીના મિત્ર ન હતા? શું મિસ્ટર ખાન (શાહરૂખ ખાન) પ્રિયંકા અને સોનિયા ગાંધીની નજીક ન હતા? આ વસ્તુઓ ફક્ત મારા વિશે જ કેમ કહેવામાં આવે છે?

એવા સ્ટાર અથવા ડિરેક્ટરનું નામ આપો જે આ લોકોની નજીક ન હોય. આમિર ખાન નર્મદા આંદોલન માટે મેધા પાટકર સાથે પણ બેઠા હતા. શું તેઓ નર્મદા આંદોલનમાં સામેલ ન હતા? તો પછી મને કેમ અલગ કરવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post