• Home
  • News
  • વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ટેલિકોમે સેક્રેટરી સાથે મુલાકાત કરી
post

બિરલાએ 2 મહિના પહેલા કહ્યું હતું કે AGR મામલામાં રાહત ન મળી તો કંપની બંધ કરવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:24:07

નવી દિલ્હીઃ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(AGR)ના મામલામાં વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ મંગળવારે ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મુલાકાત કરી. જોકે બિરલા એ જણાવ્યું નથી કે મીટિંગમાં શું ચર્ચા થઈ. તેમણે કહ્યું કે હાલ આ અંગે કઈ જ ન કહી શકાય. વોડાફોન-આઈડિયાએ સોમવારે ટેલિકોમ વિભાગને એજીઆરના 2,500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. 1,000 કરોડ શુક્રવાર સુધી આપવાની વાત કહી હતી. જોકે ટેલિકોમ વિભાગના એસ્ટીમેશનના જણાવ્યા મુજબ કંપની પર 53,038 કરોડ ચૂકવવાના બાકી છે. વોડાફોન-આઈડિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે ટેલિકોમ વિભાગને કાર્યવાહી કરવાથી રોકવામાં આવે, જોકે કોર્ટે ઈન્કાર કર્યો છે.

ટેલિકોમ વિભાગે બેન્ક ગેરન્ટ જપ્ત કરવાની ચેતવણી આપી હતી

સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ ટેલિકોમ કંપનીઓને ચેતવણી આપી હતી કે 17 માર્ચ સુધી એજીઆરની રકમ જમા ન કરાવી તો અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ટેલિકોમ વિભાગની પણ ઝાટકણી કાઢી હતી કારણ કે વિભાગે સુપ્રીમ કોર્ટેના ટેલિકોમ કંપનીઓ પાસેથી એજીઆરની વસુલી કરવાના આદેશ છતા રિકવરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે કડક વલણ દાખવ્યું તો વિભાગે ટેલિકોમ કંપનીઓને તાત્કાલિક ચૂકવણીના આદેશ આપ્યા. ચુકવણી ન કરવા પર બેન્ક ગેરન્ટી જપ્ત કરવાની ચેતવણી આપી હતી.

વોડાફોન-આઈડિયા બંધ થયા તો 11700 નોકરીઓ જવાનું જોખમ
એજીઆર મામલામાં દેવાદારીના કારણથી વોડાફોન-આઈડિયા સૌૈથી વધુ મુશ્કેલીમાં છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે ચુકવણીમાં કોઈ રાહત ન મળી તો કંપની બંધ કરવી પડશે. એવામાં બિરલાની ટેલિકોમ સેક્રેટરી સાથેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યુઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટના જણાવ્ય મુજબ વોડાફોન-આઈડિયા પર અનિશ્ચિતતાના કારણે 11,700 પ્રત્યક્ષ અને 1 લાખ અપ્રત્યક્ષ રોજગાર પણ ખતરામાં આવી ગયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post