• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ પર્યટન સ્થળ વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો, 1નું મોત
post

ન્યૂઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં સોમવારે બપોરે અચાનક જ્વાળામુખી ફાટ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 15:54:22

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં સોમવારે બપોરે અચાનક જ્વાળામુખી ફાટ્યો હતો. તેના લીધે એક વ્યક્તિનું મૃત્યું થયું છે જ્યારે 50થી વધુ ગુમ છે. પોલીસનું કહેવું છે કે જ્યારે જ્વાળામુખી ફાટ્યો ત્યારે આસપાસ 100થી વધુ લોકો એકઠા થયા હતાં. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા ઓર્ડર્ને કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક નજીકના શહેરમાં પહોંચાડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં પ્રભાવિત થનારા મોટાભાગના પ્રવાસીઓ છે.

ઓર્ડર્ને જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ થઇ ગઇ છે. જોકે ન્યૂઝીલેન્ડ પોલીસનું કહેવું છે કે જ્વાળામુખીની આસપાસ પરિસ્થિતિ ખરાબ છે તેથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવું ખતરનાક બની શકે છે. અત્યારે જ્વાળામુખી ઉપર નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વ્હાઇટ આઇલેન્ડની પાસેના વ્હાકતાને શહેરના મેયર જૂડી ટર્નરે કહ્યું- અમને ખબર છે કે એક ગ્રુપ જ્વાળામુખી પાસે હતું અને તેમને મદદની જરૂરિયાત છે. અમે તેમને તાત્કાલિક અહીં લાવીને હોસ્પિટલમાં દાખલ કરીશું.

ન્યૂઝીલેન્ડની જિઓસાયન્સ એજન્સી જીએનએસે જણાવ્યું કે જ્વાળામુખીનો વિસ્ફોટ ખૂબ ઓછા સમય માટે હતો. જોકે તેનો ધુમાડો અને રાખ આકાશમાં લગભગ 12 હજાર ફુટ(3658 મીટર) સુધી ઉપર પહોંચી હતી. હવે જોકે આ જ્વાળામુખી ફરી ભડકે તેવી સંભાવના ઓછી છે. વ્હાઇટ આઇલેન્ડ પર આ જ્વાળામુખીને ન્યૂઝીલેન્ડમાં ખૂબ સક્રિય માનવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post