• Home
  • News
  • મતદારોનો મિજાજ બદલાયો:ચીમનભાઈ, કેશુભાઈ અને શંકરસિંહ જેવા નેતાઓના પ્રાદેશિક પક્ષને જનતાએ જાકારો આપ્યો હતો, પણ કેજરીવાલ અને ઔવેસી બહારના હોવા છતાં એન્ટ્રી મળી
post

ગુજરાતના દિગ્ગજ નેતાઓના પ્રાદેશિક પક્ષ ફ્લોપ પણ બીજા રાજ્યના નેતાઓના પક્ષ ને રાજ્યના મતદારો આવકારી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 11:49:51

ગુજરાતના રાજકારણમાં નવો યુ ટર્ન આવી રહ્યો હોવાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના આધારે દેખાઈ રહ્યું છે, ગુજરાતમાં વર્ષોથી પ્રાદેશિક નેતાઓએ બનાવેલા પ્રાદેશિક પક્ષને ગુજરાતના મતદારોએ જાકારો આપ્યો છે, પણ આ ચૂંટણીમાં બીજા રાજ્યના પ્રાદેશિક બની ગયેલા પક્ષને તક આપી છે, તેમાં પણ ઔવેસીના AIMIM જેવા પક્ષને પણ ગુજરાતમાં એન્ટ્રી મળી છે, જ્યારે દિલ્હી રાજ્યના શાસક પક્ષ આમ આદમીને પણ પ્રજાએ સ્વીકાર્યો છે.

ગુજરાતના દિગ્ગજ નેતાઓએ પણ પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો
ગુજરાતના રાજકારણમાં અનેક પ્રાદેશિક નેતાઓએ બળવો કરીને નવા પક્ષની રચના કરી અલગ અલગ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ જનતાએ આવા નેતાઓને કે એમના પક્ષને સ્વીકાર્યો નથી જેમાં ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતાઓ એવા ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલે પણ પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો પણ તેઓ ફેલ ગયા હતા.

બહારના પ્રાદેશિક વડાને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા
ગુજરાતની હાલની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ગુજરાત બહારના પ્રાદેશિક વડાને રાજ્યની જનતાએ થોડા ઘણા અંશે પણ સ્વીકાર કર્યો છે, એટલું જ દિલ્હીની આમ આદમી પાર્ટીની સાથે અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમએ પણ ગુજરાતમાં બેઠકો મેળવી છે.​​​​​​​

ચૂંટણીમાં 27 સીટ જીતી AAPએ દેશભરનું ધ્યાન ખેંચ્યુ
આમ આદમી પાર્ટીએ જીલ્લા પંચાયતની સાથે તાલુકા પંચાયત અને નગરપાલીકામાં રાજ્યભરમાં 46 જેટલા તેના પ્રતિનિધિઓ વિજેતા બન્યા છે. અગાઉ મહાપાલિકાની ચૂંટણીમાં પણ સુરતમાં 27 બેઠકો મેળવીને આપએ દેશભરનું ધ્યાન ખેંચ્યુ હતું અને હવે ગ્રામીણ તથા અર્ધશહેરી મતદારોમાં પણ આપએક સ્થાન ધરાવતો પક્ષ બની ગયો છે.

ઔવેસીને ગોધરા-મોડાસા નપામાં સફળતા મળી
છતાં 2022ની ચૂંટણીમાં આપએ હાલની સ્થિતિમાં ફકત કોંગ્રેસને જ નહી ભાજપને પણ ડેમેજ કરી શકે છે. બીજી બાજુ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં લઘુમતી વિસ્તારમાં મર્યાદીત સફળતા મેળવનાર અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને હવે અમદાવાદ બહાર ગોધરા અને મોડાસા નગરપાલીકામાં જે 16 બેઠક પર સફળતા મળી છે તે જ બતાવે છે કે, ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહયા છે, ગુજરાતના મતદારોનો મૂડ બદલાઈ રહ્યો છે, મોડાસામાં નગરપાલીકાએ 12 બેઠક પર એ પક્ષે ઝુકાવ્યું હતું. તેમાં 9 બેઠક જીતીને મુખ્ય વિપક્ષનું સ્થાન મેળવ્યું છે. ઔવેસી, AAPથી ભાજપ કરતા કોંગ્રેસને વધુ ડેમેજ
જ્યારે ગોધરાએ 8 બેઠકો લડી હતી અને આ નગરપાલીકામાં 7 બેઠક પર જીત મળી છે. આ બન્ને લઘુમતી વિસ્તાર છે અને તેથી ઔવેસીને જીત મળી છે કે ઔવેસી અને આમ આદમી પાર્ટી હાલ ભાજપ કરતા કોંગ્રેસને વધુ ડેમેજ કરે છે. તે વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતમાં ઔવેસીના પક્ષનો વ્યાપ વધે તો ભવિષ્યમાં ચૂંટણી પરિણામો પર તે અસર પાડશે.પરિણામે ભાજપની સ્થિતિ પણ કફોડી બની રહી છે કેમકે, છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ જ એક વિપક્ષ હતો પરંતુ હવે કૉંગ્રેસ તો ફેંકાઈ ગયો બીજા પક્ષ એ પગપેસારો કરી દીધો છે.

adv

Related News

post
post
post
post
post
post
post