• Home
  • News
  • વગર વરસાદે જળબંબાકાર:સુરેન્દ્રનગરમાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો, ખેડૂતોને ભરશિયાળે ચોમાસાની યાદ આવી ગઈ
post

ચુડાના ચોકડી ગામ પાસે સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 19:26:37

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં આજે કોઈ કારણોસર ભંગાર થતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો ફોર્સ એટલો પ્રચંડ હતો કે 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો હતો. પાઈપલાઈનમાં ભંગાણના કારણે આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પર વગર વરસાદે આફત આવી પડી હતી.

ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ચુડા તાલુકામાં વડોદથી નાગડકા તરફ જતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં આજે ચુડાના ચોકડી ગામ પાસે ભંગાણ સર્જાયું હતું. ખેતરમાંથી પસાર થતી લાઈનમાં ભંગાણ થતાં 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઊડ્યો હતો. પાણીનો ફોર્સ એટલો પ્રચંડ હતો કે ગણતરીની મિનિટોમાં જ આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં રીતસરની નદીઓ વહેતી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાયો
ચુડાના ચોકડી ગામ પાસે સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ કરેલા જીરા અને ઘઉં સહિતના વાવેતરને નુકસાન થયું હતું.

પાણીનો વેગ એટલો પ્રચંડ હતો કે...
વડોદથી નાગડકા તરફ જતી પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે એટલા ફોર્સથી પાણી નીકળી રહ્યું હતું કે કોઈ વ્યકિતની નજીક જવાની હિંમત પણ ન ચાલે. ભંગાણ અંગેની સરકારી તંત્રને જાણ થતાં પાણી બંધ કરાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post