• Home
  • News
  • પોર્ન ફિલ્મ કેસની વચ્ચે શિલ્પાએ કહ્યું, આપણે ભૂતકાળને નથી બદલી શકતા, પરંતુ સાચા નિર્ણય લઈને આગળ વધી શકીએ છીએ
post

એક્ટ્રેસ કહ્યું- હું મારું ભવિષ્ય જે રીતે હું ઈચ્છું છું એ રીતે બનાવી શકું છું

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 15:17:38

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ કેસની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પુસ્તકનો ક્વોટ શેર કર્યો છે. આ ક્વોટમાં ખરાબ નિર્ણય અને બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ પર કેટલીક વાતો લખેલી છે. તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શિલ્પાએ બુકનું એક પેજ બતાવ્યું જેમાં કાર્લ બોન્ડ લખેલો એક ક્વોટ હતો. તેમાં લખેલું હતું, કોઈપણ વ્યક્તિ જીવનમાં પાછો નથી જઈ શકતો અને બ્રાન્ડ ન્યૂ શરૂઆત નથી કરી શકતો, કોઈપણ આજથી શરૂઆત કરી શકે છે અને બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ પણ મેળવી શકે છે.

ત્યારબાદ ન્યૂ એન્ડિંગ ટાઈટલવાળા પુસ્તકના પેજમાં લખ્યું છે, આપણે મોટા ભાગનો સમય એ વાતને વિશ્લેષણ કરવામાં પસાર કરીએ છીએ કે આપણે શું ખરાબ નિર્ણય લીધા, શું ભૂલો કરી, કયા મિત્રોને દુઃખ પહોંચાડ્યું. આપણે પાસ્ટને નથી બદલી શકતા પરંતુ નવી રીત અપનાવીને, સારા નિર્ણયો લઈને, જૂની ભૂલોને અવગણીને અને આસપાસના લોકો સાથે સારો વ્યવહાર કરીને આગળ વધી શકીએ છીએ.આપણી જાતને ફરીથી રી-ઈન્વેન્ટ કરવાની અમર્યાદિત શક્યતાઓ છે. ભૂતકાળમાં મેં જે કર્યું તે માટે હું ઓળખવા નથી માગતી. હું મારું ભવિષ્ય જે રીતે હું ઈચ્છું છું એ રીતે બનાવી શકું છું.

આ પોસ્ટ શિલ્પાએ વૈષ્ણોદેવીના દર્શન કરીને પાછા આવ્યા બાદ તરત શેર કરી છે. અગાઉ તેને પોતાની વૈષ્ણોદેવી યાત્રાની તસવીરો શેર કરી હતી જેમાં તે ઘોડા પર સવાર થઈને માતાના દર્શન કરવા પહોંચી હતી. શિલ્પા વૈષ્ણો દેવીના દર્શન કરવા તે સમયે ગઈ જ્યારે પોલીસ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં ચાર્જશીટ દાખલ કરી.

19 જુલાઈથી જેલમાં બંધ છે રાજ
19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેને પહેલા 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો, જ્યારે એસ્પ્લેનેડ કોર્ટે બાદમાં તેને 14 દિવસની જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદથી તે જેલમાં બંધ છે. સેશન્સ કોર્ટે કુંદ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. શર્લિન ચોપરાથી લઈને પુનમ પાંડે સુધી રાજ કુંદ્રા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસની પાસે વર્ષ 2020માં આ કેસ દાખલ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post