• Home
  • News
  • વડોદરામાં સોસાયટી પ્રમુખોનો આક્રોશ:ઉત્તરાયણમાં ગાઇડ લાઇનનો ફિરકો પકડીને અમે થોડા ફર્યા કરીશું, અમારે પણ પરિવાર છે
post

ઉત્સાહનો પેચ કાપતી સરકાર સામે લોકો ઢીલ નહીં છોડવાના મૂડમાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:30:04

રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં મકાન-ફ્લેટ કે સોસાયટીના મેદાનમાં કે ધાબા પર સ્થાનિક રહિશ સિવાયને કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે.જ્યારે આ નિયમના ભંગ બદલ જે તે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે વડોદરાના નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓના પ્રમુખોનું કહેવું છે કે તેઓ ચોકીદાર નથી કે દરેક ઘરમાં કોના કાકા-મામા આવ્યા તે જોવા જઈએ. માર્ગદર્શિકામાં આ ઉપરાંત પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણ મનાવવાનું જણાવ્યું છે. શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગુહ વિભાગની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરાશે.

પ્રજાને જ બધી ગાઇડલાઇન લાગુ પડે?
નેતાઓને નહીંપ્રજાને જ ગાઈડ લાઈન લાગુ પડે છે. મારે પણ પરિવાર છે. હું ચોકીદાર થોડોછું કે બધે નજર રાખું કે સોસાયટીમાં કોણ આવ્યું. - જીગ્નેશ પટેલ,પ્રમુખ,નિરાંત રેસિડન્સી,ગુરુકુલ સર્કલ

પોળમાં વિદેશથી આવતા લોકો નહીં આવે
અમદાવાદી પોળમાં 500 લોકો બહારથી ઉત્તરાયણ કરવા આવે છે. જેમાં ન્યુજર્સીના મેયર પણ સામેલ છે. આ વર્ષે બહારથી કોઈ પોળમાં નહી આવે. - સચીન પટેલ,પ્રમુખ, અમદાવાદી પોળ

92 ફલેટ છે, બધે કયાં જોવા જવાનું
સ્કિમમાં 92 ફ્લેટ છે. હું ઉત્તરાયણમાં કોઈના કાકા-મામા આવ્યાં તે તપાસ કરવા થોડો જઈ શકું છું. સરકાર પણ તઘલખી નિર્ણયો લે છે. - અલ્કેશ પટેલ,પ્રમુખ,દેવમ એવન્યુ,વાઘોડિયા રીંગ રોડ

જાહેરનામા મુજબ પાલન કરાવાશે
ઉત્તરાયણમાં મુખ્ય પતંગ બજાર સહિત અન્ય વિસ્તારોમાં રૂટીન બંદોબસ્ત ગોઠવાશે. શહેર પોલીસ કમિશનરનું જે જાહેરનામું હશે તેનું પાલન કરાવાશે. - એસ.જી. પાટીલ, એસીપી

સપ્તાહ પહેલાં 60 ટકા પતંગોની ખરીદી થઈ
સામાન્ય રીતે ઉત્તરાયણના અઠવાડિયા પૂર્વે માંડ 20-30 ટકા જેટલી પતંગોનું વેચાણ થતું હોય છે, જ્યારે ચાલુ વર્ષે ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલેથી જ 60 ટકા સુધી ખરીદી થઈ ગઈ છે. ગેંડીગેટ પતંગ બજાર એસોસિયેશનના પ્રમુખ ઈકબાલ સૈયદે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્તરાયણના અઠવાડિયા પહેલાં જ 60 ટકા ઘરાકી ખૂલી છે.
ઈકબાલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 25 ટકા માલ ઓછો બનાવાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post