• Home
  • News
  • 200થી વધારે દેશોને આપણે દવાઓ આપીએ છીએ, આપણાં બે શહેર કહેવાય છે વેક્સિન સિટી
post

IDMAના નેશનલ પ્રેસિડેન્ટ મહેશ એચ. દોશીએ કહ્યું, કોરોના પછી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં હવે AI-ઓટોમેશનમાં સૌથી વધારે નોકરીઓની તક

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 11:52:22

ભારતની કોરોના વેક્સિન પર દુનિયાની નજર છે. કોવિશીલ્ડના 1,50,000 ડોઝ ભારતે ભુતાનને આપી દીધા છે. 20 લાખ ડોઝ બાંગ્લાદેશ, 10 લાખ ડોઝ નેપાળ અને 1 લાખ ડોઝ માલદીવમાં મોકલવામાં આવ્યા છે. એ સાથે જ ઘણા દેશોને આપણે કોરોના વેક્સિન આપવાના છીએ.

ભારતે માત્ર કોરોના વેક્સિન મામલે જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે એવું નથી, પરંતુ અન્ય પણ ઘણી વેક્સિન અને મેડિસિનમાં પણ દુનિયા ઘણી આપણા પર નિર્ભર છે. વર્ષ 1969માં ભારતીય બજારમાં ઈન્ડિયન ફાર્માસ્યુટિકલનો હિસ્સો માત્ર 5 ટકા હતો અને ગ્લોબલ ફાર્માનો ભાગ 95 ટકા હતો. 51 વર્ષ પછી એટલે કે 2020માં ભારતીય બજારમાં ઈન્ડિયન ફાર્માસ્યુટિકલનો હિસ્સો 85 ટકાએ પહોંચી ગયો છે અને ગ્લોબલ હિસ્સો 15 ટકા થઈ ગયો છે.

છેલ્લા 50 વર્ષોમાં ભારતે માત્ર સ્થાનિક માર્કેટમાં જ પકડ મજબૂત નથી કરી, પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સારો ગ્રોથ કર્યો છે. કોરોના વેક્સિન પછી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આવી રહેલા ફેરફારો વિશે અમે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (IDMA)ના નેશનલ પ્રેસિડેન્ટ મહેશ એચ. દોશી સાથે વાતચીત કરી હતી. વાતચીતના મુખ્ય અંશો...

200 દેશોને દવા, 150 દેશોને વેક્સિન આપીએ છીએ
દોશીના જણાવ્યા પ્રમાણે, 2019માં ભારતીય વેક્સિન માર્કેટ 94 અબજ રૂપિયાનું હતું, જે સતત ગ્રોથ કરી રહ્યું છે. તેઓ કહે છે, વૈશ્વિક સ્તરે ભારત વેક્સિન સૌથી મોટા નિર્માતા ગ્રુપમાંનું એક છે. યુનિસેફને 60 ટકાથી વધારે વેક્સિન સપ્લાઇ ભારત કરે છે. 200થી વધારે દેશોને દવાઓ અને 150થી વધારે દેશોને ભારતથી વેક્સિન સપ્લાઇ કરવામાં આવે છે.

પુણે, હૈદરાબાદ કહેવાય છે વેક્સિન સિટી, 18 ટકાના ગ્રોથથી વધી રહી છે ઈન્ડસ્ટ્રી
ભારતના બે શહેરો હૈદરાબાદ (જીનોમ વેલી) અને પુણેને વેક્સિન સિટી કહેવામાં આવે છે. જીનોમ વેલીનું નામ તો એશિયાના ટોપ લાઈફ સાયન્સ કલેક્ટરમાં પણ સામેલ છે, કારણ કે અહીંથી 100થી વધારે વેક્સિન મોકલવામાં આવે છે. અહીં દર વર્ષે વેક્સિનના છ અબજથી વધારે ડોઝ તૈયાર થાય છે.
જીનોમ વેલીમાં એગ્રિકલ્ચર-બાયોટેક, ક્લિનિકલ રિસર્ચ મેનેજમેન્ટ, બાયોફાર્મ, વેક્સિવ મેન્યુફેક્ચરિંગ, રેગ્યુલેટરી એન્ડ ટેસ્ટિંગ કરવામાં 200થી વધારે કંપનીઓ સામેલ છે, તેથી તેને લાઈફ સાયન્સ ક્લસ્ટર કહેવામાં આવે છે. દોશી કહે છે, ભારતની વેક્સિન ઈન્ડસ્ટ્રીનો 18 ટકાના દરે ગ્રોથ થઈ રહ્યો છે. આ સંજોગોમાં અહીં રોજગારીની ઘણી તક રહેલી છે.

3 લાખ કરોડનું માર્કેટ, 50 ટકા હિસ્સો એક્સપોર્ટનો
દોશીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી 3 લાખ કરોડ રૂપિયાની છે. તેમાં 50 ટકા હિસ્સો એક્સપોર્ટમાંથી આવે છે. કોરોના મહામારી પછી તેમાં રોજગારીની વધારે તક રહેશે. હવે આ સેક્ટરમાં ફિલ્ડ જેવી કે AI, ઓટોમેશનની ઘણી જોબ આવશે, કારણ કે મોટા ભાગના વેક્સિન પ્રોડ્યુસર ઓટોમેટેડ પ્રોડક્શન તરફ વધી ગયા છે. અત્યારે દુનિયામાં 90 ટકાથી વધારે રૂબેલા રસી ભારતમાંથી જ સપ્લાઇ કરવામાં આવે છે. DTP અને BCG જેવી વેક્સિનની WHOને 65 ટકાથી વધારે સપ્લાઇ ભારતથી પૂરો પાડવામાં આવે છે. એ ઉપરાંત દુનિયાને પ્રોફેશનલ્સ આપવામાં પણ આપણે પાછળ નથી. દુનિયાને ફાર્મા અને બાયોટેક પ્રોફેશનલ્સ આપવાના મુદ્દે ભારત બીજા નંબરે છે. આપણા મોટા ભાગના પ્રોફેશનલ્સ અમેરિકા અને બ્રાઝિલમાં સેવા આપી રહ્યા છે. આ મામલે ચીન નંબર વન પર છે.

30 વેક્સિન કેન્ડિડેટ ડેવલપમેન્ટની પ્રોસેસમાં
દોશી કહે છે, કોવિડ-19ની વાત કરીએ તો 30 વેક્સિન કેન્ડિડેટ ડેવલપમેન્ટની પ્રોસેસમાં છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ દેશની સાત કંપનીને કોવિડ-19 વેક્સિન મેન્યુફેક્ચરિંગની મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સિન લોકોને આપવાની પણ શરૂ કરી દેવામાં આવી છે. એ સિવાય કેડિલા હેલ્થકેર, બાયોલોજિકલ ઈ, રિલાયન્સ લાઈફ સાયન્સ, અરબિંદો ફાર્મા લિમિટેડ અને જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની વેક્સિન પણ ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post