• Home
  • News
  • બ્રાલેટ પહેરી અનન્યાએ શેર કરી સેક્સી તસવીરો, સ્ટાઇલિશ અંદાજમાં આપ્યા પોઝ
post

પોતાના ફેશન-ફોરવર્ડ એપ્રોચને બનાવી રાખવા માટે આમ તો અનન્યાને પોતાની બોલ્ડ સાઇડ દેખાડવામાં પણ કોઇ ખચકાટ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 10:55:57

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) એ હસીનાઓમાંથી એક છે જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી જ નહીં પરંતુ પોતાની ડ્રેસિંગ સેન્સથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. મોટાભાગના બૉડીકોન ડ્રેસીસ પહેરનાર અનન્યા હાલમાં બ્રાઇટ અને વાઇબ્રન્ટ શેડના કપડાં વધુ પસંદ કરી રહી છે.

પોતાના ફેશન-ફોરવર્ડ એપ્રોચને બનાવી રાખવા માટે આમ તો અનન્યાને પોતાની બોલ્ડ સાઇડ દેખાડવામાં પણ કોઇ ખચકાટ નથી. પરંતુ જો એક્ટ્રેસીસના સ્ટાઇલ ચાર્ટ પર નજર કરીએ તો તમે જોશો કે સ્ટાઇલિશ હોવાની સાથો સાથ એક વર્સટાઇલ ડ્રેસર પણ છે.

તાજેતરમાં જ અનન્યા પાંડેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની કેટલીક દિલકશ તસવીરો શેર કરી છે, જેમાં તે કો-ઓર્ડ સેટની સાથે પેસ્ટલ શેડની બ્રાલેટ પહેરેલી દેખાય છે, જે તેના પર ખૂબ ફિટ થઇ રહી છે. પોતાના લુકને પૂરો કરવા માટે અનન્યાએ ઇન્ડિયન ફેમસ ફેશન ડિઝાઇનર ધ્રુવ કપૂરે ડિઝાઇને કરેલ Tiled Unisex Batwing Shirt અને મેચિંગ પેન્ટ પહેર્યું છે, જે પ્રિન્ટ ઑન પ્રિન્ટ લુકમાં છે.

એ વાતમાં કોઇ બેમત નથી કે અનન્યાની સ્ટાઇલ ખૂબ જ યંગ અને ગર્લી છે જે એક્ટ્રેસને સૌથી હટકર લુક આપવામાં કોઇ કચાશ છોડતું નથી. આવું જ કંઇક આ લુક સાથે છે. મિનિમમ મેકઅપની સાથે ખુલ્લાવાળમાં ખૂબ જ સુંદર લાગે છે

 

adv

Related News

post
post
post
post
post
post
post