• Home
  • News
  • હવામાન: પહાડો પર ભારે હિમવર્ષા થવાની આશંકા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થશે વર્ષા
post

પંજાબ, કર્ણાટક, આસામ, મિઝોરમમાં હળવા વરસાદની આગાહી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-05 18:53:44

નવી દિલ્હી: આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગે પહાડો પર હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં અનેક ફૂટ હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. પહાડો પર બગડતા હવામાનની અસર મેદાની વિસ્તારો સુધી લંબાશે અને આગામી થોડા દિવસોમાં તીવ્ર ઠંડી જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં રવિવાર સુધી હિમવર્ષા અને વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરાખંડથી લઈને યુપીના કેટલાક વિસ્તારોમાં પણ થઈ શકે છે.

ચાર ફૂટ સુધી હિમવર્ષા થઈ શકે છે

શ્રીનગર સ્થિત પ્રાદેશિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર શનિવારથી આગામી 72 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 6 અને 7 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં 4 ફૂટ સુધીની હિમવર્ષા થઈ શકે છે.

બંગાળની ખાડીમાં ફૂંકાયેલા ચક્રવાતી પવનને કારણે આ રાજ્યોમાં વરસાદ

આ હવામાન પ્રણાલીઓને કારણે, દરિયાકાંઠાના તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદ થયો છે.

તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. દક્ષિણ ઓડિશામાં હળવા વરસાદ સાથે એક કે બે સ્થળોએ મધ્યમ વરસાદ પણ થયો હતો. દક્ષિણ આસામ, મણિપુર અને કોસ્ટલ કર્ણાટકમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ થયો હતો.

પંજાબ, કર્ણાટક, આસામ, મિઝોરમમાં હળવા વરસાદની આગાહી

માહિતી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પંજાબ, દક્ષિણ આસામ, મણિપુર, મિઝોરમ અને કોસ્ટલ કર્ણાટકમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post