• Home
  • News
  • ભાવતાં ભોજન કરી અને ઝડપથી ઘટાડવું હોય વજન તો ફોલો કરો આ Tips
post

લોકો સ્લિમ રહેવા માટે અને વજન ઘટાડવા માટે ખોરાક છોડી કે તેનું પ્રમાણ ઘટાડી ડાયટિંગ કરતા જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 15:03:10

લોકો સ્લિમ રહેવા માટે અને વજન ઘટાડવા માટે ખોરાક છોડી કે તેનું પ્રમાણ ઘટાડી ડાયટિંગ કરતા જોવા મળે છે. જો કે નિષ્ણાંતની સલાહ વિના આમ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

સવારનો નાસ્તો, બપોરનું કે રાત્રિનું ભોજન ટાળશો તો તમારું વજન ઘટે કે ન ઘટે પરંતુ તમારી તબિયત જરૂરથી લથડી જશે. નિષ્ણાંતો પણ જણાવે છે કે વજન ઘટાડવા માટે ખોરાક ઓછો કે બંધ કરવો જરૂરી નથી. વજન ઝડપથી અને નોંધપાત્ર પ્રમાણમાં ઘટે તે માટે જરૂરી છે આ ટીપ્સને ફોલો કરવી. 

કાર્બનને કહો Yes          

લોકો સામાન્ય રીતે કાર્બને પોતાની ડાયટમાંથી દૂર કરી દેતા હોય છે. પરંતુ રોજની ડાયટમાં અનાજ, ફળ જેવા કાર્બયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ. હા ડાયટમાંથી ખાંડ, રિફાઈંડ લોટ જેવી વસ્તુઓને જરૂરથી દૂર કરી શકાય.

ફેટથી ઘટાડો વજન

વાત જાણી નવાઈ લાગશે પરંતુ કાર્બ, હાઈ કેલેરી જંક ફૂડ સાથે વધારે પ્રમાણમાં ચરબીયુક્ત આહાર લેવાથી વજન વધે છે. પરંતુ જો કેલેરી ઈનટેક કંટ્રોલમાં હોય તો ફેટ લીધા બાદ પણ વજન કંટ્રોલમાં રહે છે. શરીરની જરૂરીયાત અનુસાર કોમ્પલેક્સ કાર્બ લેવાથી શરીરનું વજન ઘટે છે. ભોજનમાં 2,3 ચમચી દેશી ઘી લેવાથી વજન નિયંત્રણમાં લેવામાં મદદ મળે છે.

ડાયટિંગથી બચો

વજન ઘટાડવા માટે વધારે પડતી કસરત અને વેટલોસ માટેની ડાયટિંગ કરવી નહીં. આ રીતથી વજન ઘટાડશો તો સ્નાયૂની આસપાસનું ફેટ જ ઘટશે. પરંતુ ઈલેક્ટ્રોલાઈટ ઈંબેલેન્સ, નબળાઈ અને પોષકતત્વોની ખામી પણ થવા લાગશે. 

રાત્રે કરો કેલેરી બર્ન

રાત્રે ભોજન લીધા બાદ થોડા જ સમયમાં સુઈ જવાથી પાચનક્રિયા પર અસર થાય છે. તેનાથી ફેટ શરીરમાં જમા થવા લાગે છે અને પાચનક્રિયા પર પણ અસર થાય છે. તેથી રાત્રે ફિઝિકલ એક્ટિવીટી કરવી જેથી ભૂખ પણ લાગે અને ખાધેલો ખોરાક પચી જાય. ભોજન લીધા બાદ પણ 3,4 કલાક સુધી સુવાનું ટાળવું જેથી ભોજનમાં લીધેલી કેલેરી બર્ન થઈ જાય.

ફિઝિકલ એક્ટિવીટી કરી અને કેલેરી બર્ન કરવાથી શરીરમાં ક્યારેય સ્થૂળતા આવતી નથી. આમ કરવાથી તમે તમારું ભાવતું ભોજન કરી શકો છો અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post