• Home
  • News
  • ઘેઘુર અવાજના માલિક જાણીતા ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્કડનું કોલકાતામાં હાર્ટ અટેકથી અવસાન
post

આશિષ કક્કડે પોતાની 'બેટર હાફ' (2010) ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:27:36

જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું આજે એટલે કે 2 નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે કોલકાતા ખાતે ઊંઘમાં જ માસિવ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઈટર, એક્ટર, ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

આશિષ કક્કડે પોતાની 'બેટર હાફ' (2010) ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ત્યારબાદ તેમણે 2016માં 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

આ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ 'બે યાર', 'વિટામિન શી', 'તમે કેવા' તથા 'સૂર્યાંશ' વગેરેમાં કામ કર્યું હતું. તેમણે 'કાઈ પો છે' જેવી હિટ હિંદી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post