• Home
  • News
  • ઓમિક્રોનને ઓળખનાર પ્રથમ ડોક્ટર શું કહે છે?:આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ સામાન્ય લક્ષણ હોય છે, ઘરે રહીને પણ સારવાર થઈ શકે છે: ડો.એન્જલિક
post

ડેલ્ટા વેરિયન્ટથી તદ્દન વિપરીત ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો ટેસ્ટ અને સ્મેલ જતાં નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:11:09

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને તાજેતરમાં પ્રકાશમાં આવેલી માહિતી થોડી રાહત આપનારી છે. દક્ષિણ આફ્રિકાના ડોક્ટરનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ સામાન્ય લક્ષણ હોય છે અને ઘરે રહીને પણ એની સારવાર કરી શકાય છે.

ડેલ્ટા વેરિયન્ટથી અલગ લક્ષણ
સાઉથ આફ્રિકન મેડિકન એસોસિયેશનનાં અધ્યક્ષ ડો.એન્જલિક કોએટ્ઝીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેમના ક્લિનકમાં 7 એવા દર્દીઓ આવ્યા હતા, જેમાં ડેલ્ટા વેરિયન્ટથી અલગ લક્ષણ હતાં અને આ ખૂબ સામાન્ય હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે 18 નવેમ્બરે દર્દીઓ આવ્યા હતા, તેમને શરીરમાં અને માથામાં દુખાવાની ફરિયાદ હતી.

સામાન્ય વાઈરલ ફીવર જેવાં લક્ષણ
ડો.કોએટ્ઝીએ જણાવ્યું હતું કે એનાં લક્ષણ સામાન્ય વાઈરલ ફીવર જેવાં હતાં. અહીં 8થી 10 સપ્તાહમાં કોઈ કોરોનાનો કેસ નોંધાયો નહોતો, આ કારણે અમે ટેસ્ટ કર્યો, જેમાં તેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો. એ જ દિવસે તેમની પાસે કેટલાક અન્ય દર્દીઓ પણ આ લક્ષણની સાથે આવ્યા હતા. એ પછીથી લગભગ પ્રત્યેક દિવસે તેમની પાસે 2થી 3 દર્દીઓ આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19નો નવો વેરિયન્ટ B.1.1529 ગત સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાનો વિષય જાહેર કર્યો છે અને એને ઓમિક્રોન નામ આપ્યું છે.

હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

·         ડો.કોએટ્ઝી એ જ ડોક્ટર છે, જેમણે સૌથી પહેલા ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ કરી હતી. તેઓ સરકારની વેક્સિન પર બનેલી એડવાઈઝરી કમિટીમાં સામેલ છે.

·         તેમણે જણાવ્યું હતું કે હાલ જે દર્દીઓ આવી રહ્યા છે તેમનામાં ખૂબ જ સામાન્ય લક્ષણ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. આવા દર્દીઓની ઘરે જ સારવાર થઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટથી તદ્દન વિપરીત ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો ટેસ્ટ અને સ્મેલ જતાં નથી. આ સિવાય તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટતું નથી.

·         તેમની પાસે અત્યારસુધીમાં જે દર્દીઓ આવ્યા છે તેમાંથી મોટા ભાગના 40 વર્ષ કે તેથી વધુની ઉંમરના છે. તેમાંથી અડધા દર્દીઓ એવા છે, જેમણે વેક્સિન પણ લીધી નથી. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓને એક કે બે દિવસ સુધી ખૂબ જ થાક લાગે છે. તેમને માથા અને શરીરમાં દુખાવો જેવી સમસ્યા રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post