• Home
  • News
  • બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
post

મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ અગત્યનું છે. કારણકે, વર્ષ 2024માં ફરી એકવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે એ પહેલાં મોદી સરકારે આ બજેટમાં મોટાપાયે લહાણી કરીને મતદારોને ખુબ કરી દીધાં છે. જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 18:04:37

નવી દિલ્લી: મોદી સરકારના બજેટની જાહેરાત પર સમગ્ર દેશની જનતાની નજર રહેતી હોય છે. કારણકે, સરકારના બજેટની સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી હોય છે. એજ કારણ છેકે, આમ થઈ લઈને ખાસ દરેક માટે આ બજેટ મહત્ત્વનું હોય છે. દેશના સામાન્ય બજેટની સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક વ્યક્તિ રાહ જોતું હોય છે. દેશની જનતાની નજર પણ નાણામંત્રીના ભાષણ પર કેન્દ્રિત રહે છે. નાણામંત્રીના ભાષણની શરૂઆત સાથે જ લોકો જેની સૌથી વધુ રાહ જોતા હોય છે તે એ છે કે તેમના ખિસ્સાનો બોજ ઓછો થયો કે વધ્યો.

 

ભારત સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 માટે તેમનું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત પાંચમું બજેટ છે. આ સાથે જ આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધશે અને તેને શું રાહત આપશે, ચાલો જાણીએ શું થયું મોંઘું અને શું સસ્તું

 

શું સસ્તું થશે?
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે એવું અનુમાન લગાવી શકાય કે મોબાઈલ ફોન અને ઈલેકટ્રીક વાહનો સસ્તા થશે.

 

આ સિવાય ટેલિવિઝન પેનલ પરની આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે અને ઇલેક્ટ્રિક કિચન ચીમની પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીની જાહેરાત મુજબ સ્વદેશી રસોડાની ચીમની સસ્તી થશે. કેટલાક મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ સસ્તી થશે. એલઇડી ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે.

 

શું મોંઘું થશે?
સાથે જ બજેટમાં કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે. બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ લોકપ્રિય બનશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફારના સંકેત દેખાઈ રહ્યા હતા, તો બીજી તરફ ખેડૂતોથી લઈને શેરી વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળવાની આશા હતી.

adv

Related News

post
post
post
post
post
post
post