• Home
  • News
  • તે દિવસે મુલાયમ સિંહ યાદવે PM મોદીના કાનમાં શુ કહ્યુ હતુ, રહસ્ય અકબંધ
post

રિપોર્ટ અનુસાર મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યુ હતુ કે મારા દીકરાનુ ધ્યાન રાખજો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 18:54:15

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનુ નિધન થઈ ગયુ છે. મુલાયમ સિંહની અમુક કહાણી અને રાજકીય કિસ્સા એક વાર ફરી લોકોની યાદોમાં તાજા થઈ રહ્યા છે. આ જ કિસ્સામાંથી એક કિસ્સો છે તે સમયનો જ્યારે યુપીમાં પોતાની સત્તા ગુમાવ્યા બાદ મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાનમાં કંઈ કહ્યુ હતુ

2012માં યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની અને મુલાયમ સિંહ યાદવે પોતાના પુત્ર અખિલેશ યાદવને મુખ્યમંત્રીની ખુરશી સોંપી દીધી. 2017માં સપાને ભાજપના હાથે ખરાબ હારનો સામનો કરવો પડ્યો. જે બાદ ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ થયો જેમાં મુલાયમ સિંહ યાદવ પણ પહોંચ્યા.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. સ્ટેજ પર મુલાયમ સિંઘ યાદવ પોતાના પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે પહોંચ્યા. મુલાયમ સિંહે પીએમ મોદીના કાનમાં કંઈ કહ્યુ, જેને સાંભળીને પીએમ મોદી હસ્યા અને અખિલેશ યાદવના ખભે હાથ મૂક્યો. તે સમયે ચર્ચા થઈ કે આખરે નેતાજીએ પીએમ મોદીના કાનમાં શુ કહ્યુ હતુ. 

રિપોર્ટ અનુસાર મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યુ હતુ કે મારા દીકરાનુ ધ્યાન રાખજો. જે બાદ પીએમ મોદીએ અખિલેશ યાદવના ખભા પર હાથ મૂકી દીધો હતો. જોકે, અખિલેશ યાદવે રિપોર્ટને ફગાવી દીધો હતો અને એક કાર્યક્રમ દરમિયાન વાતચીતનુ રાજ ખોલ્યુ હતુ.

અખિલેશ યાદવનો દાવો

અખિલેશ યાદવે કહ્યુ હતુ કે હુ જણાવી તો દઉં કે પિતાજીએ શુ કહ્યુ હતુ પરંતુ તમે વિશ્વાસ નહીં કરો. પછી અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે મુલાયમ સિંહે પીએમ મોદીના કાનમાં કહ્યુ હતુ કે તે મારો પુત્ર છે, તેનાથી બચીને રહેજો. જેની પર લોકોને નવાઈ લાગી તો અખિલેશ યાદવે કહ્યુ હતુ કે મે તો પહેલા જ કીધુ હતુ કે તમે વિશ્વાસ નહીં કરો.

જોકે ક્યારેય પીએમ મોદીએ જાહેરમાં તે દિવસની વાતચીત કરી નથી અને મુલાયમ સિંહે પણ કંઈ જણાવ્યુ નહીં. રાજકીય અદાવત છતાં મુલાયમ સિંહ યાદવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધ ખૂબ સારા રહ્યા. પીએમ નરેન્દ્ર મોદી એક લગ્નમાં હાજરી આપવા માટે સેફઈ પણ ગયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post