• Home
  • News
  • ક્યાં છે જગ્યા?:'અમને તો AMC અને અમારા સાહેબ કહે એમ જ કરીએ ને', કોવિડના દર્દી ભરી 108 ખાનગી હોસ્પિટલના આંટાફેરા કરી અંતે સિવિલના દરવાજે
post

ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ દાખલ ન કરતાં ના છૂટકે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:39:54

અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે અને અત્યારસુધીના આંકડાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે હવે દર્દી દવા અને સારવાર માટે વલખાં મારી રહ્યા છે. એવા સમયે એએમસી દ્વારા હોસ્પિટલ ફાળવવામાં આવી હોવાની વાતો કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં જ્યારે દર્દીને લઈને એમ્બ્યુલન્સ ખાનગી હોસ્પિટલ પહોંચે કે તરત જ તેમને અહીં જગ્યા નથી એમ કહીને રવાના કરી દેવામાં આવે છે, જેને કારણે હવે દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાનો વારો આવે છે, જેના સાક્ષી 108ના કર્મચારી પોતે છે.

જાહેરાત બાદ પણ સારવાર ચાલુ થઈ નથી
શહેરની હોસ્પિટલોમાં ખાલી બેડ ન હોવાની હકીકત સામે આવી રહી છે. કોર્પોરેશનની હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડી રહ્યા છે.બીજી તરફ, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલનું લિસ્ટ આપી પોતાની જવાબદારી કઈ છે એ નક્કી કરી શકતા નથી. 3 દિવસમાં જાહેર કરાયેલી મોટા ભાગની હોસ્પિટલોમાં હજુ પણ બેડ કે સારવાર ચાલુ થઈ નથી.

108ના કર્મચારીઓ લાચાર
108
દ્વારા દર્દીઓને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં લઇ જવાય છે, પરંતુ દાખલ કરવામાં આવતા નથી. શહેરની અન્ય હોસ્પિટલમાં જગ્યા નથી એમ કહી દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ દાખલ ન કરતાં ના છૂટકે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. AMCની સૂચનાથી 108 દ્વારા શહેરની અન્ય હોસ્પિટલમાં જગ્યા નથી, એમ કહી દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવી રહ્યા છે. શહેરની અન્ય હોસ્પિટલમાં દાખલ કરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. આ કારણે 108ના કર્મચારીઓ લાચાર બની રહ્યા છે, દર્દીઓને કોઇ વિકલ્પ આપવાનો 108ના કર્મચારીઓ પાસે અવકાશ હવે રહ્યો નથી.

સિવિલમાં દાખલ થવા 2-3 કલાકનું વેઈટિંગ
કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, બીજી લહેર શરૂ થતાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તો સાથે જ મૃત્યુદર પણ વધી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં 2-3 કલાકનું વેઈટિંગ છે, જ્યારે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર માટે 3-4 કલાકનું વેઈટિંગ છે. નોન-કોવિડ વોર્ડમાં દાખલ થવા અને નોન-કોવિડના દર્દીના મૃતદેહનો અંતિમસંસ્કાર કરવામાં પણ આટલો જ સમય રાહ જોવી પડી રહી છે. દિવ્યભાસ્કર દ્વારા સિવિલ હોસ્પિટલનાં 1200 બેડ અને 3 સ્મશાન ગૃહોનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે.​​​​​​​

દાખલ થવા માટે દર્દીઓ વેઈટિંગમાં
સિવિલ.હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવી છે, જે અત્યારે પૂરી ભરાઈ ગઈ છે, પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ દર્દીઓ લઈને આવે છે ત્યારે અહીં જ આવવું પડે છે અને અહીંથી દાખલ થવા માટેની જગ્યા ફાળવવામાં આવે છે. 1200 બેડની હોસ્પિટલની બહાર દૃશ્યો પણ હચમચાવી દે એવાં જ હતાં. 1200 બેડની હોસ્પિટલની બહાર જ 10 કરતાં વધુ એમ્બ્યુલન્સ દર્દીઓ સાથે ઊભી હતી. જ્યારે હોસ્પિટલ કેમ્પસમાં પણ 5-6 એમ્બ્યુલન્સ દર્દીઓને દાખલ કરાવવા ઊભી હતી.​​​​​​​

અસારવા સિવિલમાં દર્દીઓ માટેનાં બેડ ફુલ
સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવેલી અદિતિ ભટ્ટ નામની યુવતીએ જણાવ્યું હતું કે મારા પિતાને વીકનેસ હતી, ખાતા-પીતા નહોતા, જેથી કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. જે આવવાનો બાકી છે, પરંતુ આજે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જ્યાં હજુ 1200 બેડની હોસ્પિટલની બહાર અમે એમ્બ્યુલન્સમાં બેઠા છીએ છે. સોલા સિવિલ અને અસારવા સિવિલમાં જગ્યા નથી, જેથી અમને અન્ય જગ્યાએ મોકલે એની રાહ જોઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post