• Home
  • News
  • Mercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર? જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે
post

કઈ કાર કંપની પાસે છે કેટલાં પૈસા એ વાત જાણવા જેવી છે. જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે. Toyotaએ Mercedez Benzને સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપનીના મામલે પાછળ છોડી દીધી છે. મર્સિડીઝને પાછળ છોડીને હવે ટોયોટા દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-09 11:57:18

નવી દિલ્લી: ToyotaMercedez Benzને સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપનીના મામલે પાછળ છોડી દીધી છે. મર્સિડીઝને પાછળ છોડીને હવે ટોયોટા દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે. Automotive Industry 2021ના રિપોર્ટ પ્રમાણે ટોયોટાની બ્રાન્ડ વેલ્યૂ 2020માં 58,076 મિલિયન ડોલર થઈ ગઈ હતી. જે હવે વધીને 59,479 મિલિયન ડોલર થઈ ગઈ છે. અહીંયા અમે તમને દુનિયાની 5 સૌથી અમીર ઓટોમોબાઈલ કંપનીઓની બ્રાન્ડ વેલ્યૂ વિશે જણાવીશું.

1. ટોયોટા (Toyota):
Toyota
એ દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપનીની યાદીમાં પહેલાં નંબરે સ્થાન જમાવી દીધું છે. કંપની મર્સિડીઝને પાછળ છોડીને નંબર 1 પર ઝંડો ફરકાવી દીધો છે અને તે દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની બની ગઈ.

2. મર્સિડીઝ બેન્ઝ (Mercedez Benz):
આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 2021માં ઘટીને 58,225 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ગયા વર્ષે એટલે કે 2020માં 65,041 મિલિયન ડોલર હતી.

3. ફોક્સવેગન (volkswagen):
ફોક્સવેગન કંપનીની બ્રાન્ડ વેલ્યૂ વધીને 47,020 મિલિયન ડોલર થઈ ગઈ હતી. આ કંપનની બ્રાન્ડ વેલ્યૂ 2020માં 33,897 મિલિયન ડોલર હતી. આ યાદીમાં કંપની ત્રીજા નંબરે આવી ગઈ છે.

4. બીએમડબલ્યૂ (BMW):
બીએમડબલ્યૂ લક્ઝરી ઓટોમોબાઈલ બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી છે. આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 2021માં 40,447 મિલિયન ડોલર રહી. 2020માં કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 40,483 મિલિયન ડોલર હતી.

5. પોર્શે (Porsche):
આ કંપનીએ પણ વર્ષ 2021માં પોતાની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો કર્યો. 2021માં 34,226 મિલિયન ડોલરની સાથે કંપની ટોપ-5માં જગ્યા મેળવવામાં સફળ રહી. 2020માં આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 33,911 મિલિયન ડોલર હતી.

adv

Related News

post
post
post
post
post
post
post