• Home
  • News
  • વડોદરામાં જાહેર સભા સંબોધતા સમયે CM રૂપાણી અચાનક ઢળી પડ્યા
post

વડોદરાના નિઝામપુરા ખાતે સભા સંબોધી રહેલા મુખ્યમંત્રી પોતાની સ્પીચ દરમિયાન બોલી રહ્યા હતા અને અચાનક નીચે પટકાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 09:19:51

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ તમામ પક્ષો સામદામ દંડ ભેદ પ્રકારે પોતાના ઉમેદવારોને જીતાડવા માંગે દિવસરાત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રીથી માંડીને મંત્રી સુધી તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના માટે તમામ લોકો દિવસરાત મહેનત કરી રહ્યા છે. જો કે આજે નિઝામપુરા બેઠક ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધતા સમયે ઢળી પડ્યા હતા. અચાનક તેમની તબિયત લથડી ગઇ હતી. સતત ચૂંટણી રેલીઓનાં કારણે મુખ્યમંત્રીની તબિયત લથડી હતી. 

મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ એક તબક્કે લથડ્યાં હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડ અચાનક આવી જતા તેમને પકડી લીધા હતા. પરંતુ સિક્યુરિટી જવાનો તેમને પકડે તે પહેલા જ તેઓ નીચે પટકાયા હતા. તત્કાલ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પ્રાથમિક તબક્કે તો તેઓ ચક્કર આવવાના કારણે નીચે ઢળી પડ્યાં હતા. 

લો બિપી થવાના કારણે તેઓ લથડી પડ્યા:

હાલ તો તેમની સાથે રહેલી મેડિકલ ટીમ નજીક તેમને લઇ જવામાં આવ્યા હતા. તેમની તત્કાલ સારવાર માટે તેમની મેડિકલ ટીમ સાથે લઇ જવાયા હતા. જ્યાં તેમની સારવાર બાદ હાલ સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત ચૂંટણી પ્રચાર અને વ્યસ્ત શેડ્યુલના કારણે તેઓને આરામનો અભાવ હોવાના કારણે તબિયત લથડી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. લો બિપી થવાના કારણે તેઓ લથડી પડ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. 

હવે તેમની તબિયત સ્થિર:
મુખ્યમંત્રી વિજય રૂપાણી તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સ્ટેજ પર જ સાથે રહેલી ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ સ્વસ્થય થઇ ગયા હતા. પોતે જ ચાલીને સ્ટેજ પરથી ઉતરીને રવાના થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમને હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. જ્યાં તેમના તમામ ટેસ્ટ કરવામાં આવશે. તેઓનું બીપી તથા ડાયાબિટિસ નોર્મલ હતું પરંતુ સ્ટ્રેસનાં કારણે તેઓ ઢળી પડ્યાં હોવાનું પણ તેમના અંગત તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post