• Home
  • News
  • કોણ છે આસિફ, જેનો ઉલ્લેખ આયશા અને આરીફ વચ્ચે થયેલા છેલ્લા ફોનમાં થયો હતો
post

છેલ્લી ક્લિપીંગમાં સ્પષ્ટ જણાય છે તમામ આરોપ કરતા હતા બાળક આરિફનુ નહીં આશિફનું હોવાનું કહી ટોર્ચરિંગ કરતા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 11:13:38

અમદાવાદ :અમદાવાદની 23 વર્ષની આયશા (ayesha suicide case) ના મૃત્યુ માટે જવાબદાર આરિફની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આરીફને રાજસ્થાનના પાલીમાંથી ઝડપી લેવામાં આવ્યો. જેને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવાયા છે. હવે આરીફની આકરી પૂછપરછ થશે. જોકે આ આખા મામલામાં એક નવો ખુલાસો થયો છે. તે એ કે જ્યારે આઈશા મરી રહી હતી. ત્યારે આરિફ (ayesha arif khan) પોતાના સગા-સંબંધીઓ અને પરિવાર સાથે લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. તેને આઈશાના મૃત્યુના સમાચાર પણ મળી ગયા હતા. પરંતુ તેમ છતાં તેને કોઈપણ જાતનો અફસોસ થયો નહિ. પરંતુ તે તો લગ્નમાં સામેલ થવા તૈયાર થઈ રહ્યો હતો. 

બેશરમ આરીફને સજા અપાવો 
અમદાવાદના વટવાની આયશાના આપઘાતને લઈ પોલીસે કડકાઈ હાથ ધરી અને તેના હત્યારા તથા બેશરમ પતિ આરિફની ધરપકડ પણ કરી. પોલીસે આરિફને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો છે. આશા છે કે આરિફની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે સાથે જ આયશાના પિતા તેમની દીકરીના હત્યારાને કડક સજા મળે તેવી માગ પણ કરી રહ્યાં છે. આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કર્યા બાદ બુધવારે આરીફને મેટ્રો પોલીટન કોર્ટમાં રજૂ કર્યો હતો. જે દરમિયાન આયશાના પિતા લિયાકત અલી કોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટમાં બંને પક્ષની દલીલોના અંતે પોલીસે આરોપીની પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 6 માર્ચ 3 વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આયશાના ગર્ભમાં રહેલુ બાળક કોનું 
પોલીસે અલગ અલગ કારણો રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વીડિયો મોકલ્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે. સમગ્ર મામલામાં ફરિયાદી પક્ષનો આરોપ છે કે, આરિફ અને તેના પરિવારે આયશાના પેટમાં રહેલુ બાળક આશિફનું હોવાનો આરોપ મૂક્યો હતો અને આ જ બાબતને લઈ વારંવાર તેને ટોર્ચરિંગ પણ કરવામાં આવતું હતું. આશિફ આયશાના મામાનો દીકરો હતો અને આરિફને તેના પર શંકા હોવાથી ના માત્ર તે પણ તેના પરિવારજનો પણ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતાં. આઈશા અને આરિફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી એમાં છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આઈશાના ગર્ભમાં રહેલું બાળક આરિફનું નહીં, પરંતુ આસિફનું હોવાનું કહે છે.

બાળક આરીફનું ન હોવાનું કહી આયશાને ટોર્ચરિંગ કરાતું 
હાલ તો પોલીસે આરિફને રિમાન્ડ પર લીધો છે અને આ કેસમાં વધુ કેટલીક મહત્વની કડી પણ હાથ લાગે તેવી પોલીસને આશા છે. મોબાઈલ પર થયેલી વાત મામલે તપાસ કોની સાથે વાત કરી તે તપાસ કરવા 5 દિવસના રિમાન્ડ માગ્યા તેમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સામેવાળા વકીલે રજૂઆત કરી હતી કે ફોન ખોવાઈ ગયો છે કોઈ વાતચીત થઈ નથી છેલ્લે વાતચીત થઈ હતી. છેલ્લી ક્લિપીંગમાં સ્પષ્ટ જણાય છે તમામ આરોપ કરતા હતા બાળક આરિફનુ નહીં આશિફનું હોવાનું કહી ટોર્ચરિંગ કરતા હતાં. ફરર્ધર રિમાન્ડ માગવામાં આવશે તેના સસરા-સાસુ અને નણંદ પર પણ પરેશાન કરવાનો આરોપ છે. આશિફ આયશાના મામાનો દીકરો છે તેનો ભાઈ થાય છે તેના પર ખોટા આરોપ કરે છે મોબાઈલ ખોવાઈ ગયો છે તેવુ જૂઠ્ઠુ બોલે છે. 

આયશાની બહેનને બ્રેન સ્ટ્રોક આવ્યો 
મૃતક આયશાની કબર પરનાં ફૂલ હટ્યાં નથી, ત્યાં મોટી બહેનને આઘાતમાં બ્રેન-સ્ટ્રોક આવ્યો હોવાની માહિતી મળી છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં મોટી બહેન પિંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post