• Home
  • News
  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ-વિપક્ષ નેતા કોણ? પ્રભારી શર્માએ સેન્સ લીધી
post

સિનિયરો સાથે બેઠક યોજી: પ્રભારીએ ગુજરાત પ્રવાસ લંબાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:34:35

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માએ ગાંધીનગર ખાતે ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો યોજી હતી, ધારાસભ્યો ઉપરાંત પક્ષના સિનિયર નેતાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો, બેઠકમાં નવા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના નામો અંગે ધારાસભ્યો પાસેથી સેન્સ લેવાઈ હતી, કોને મૂકવાથી કઈ રીતે શું ફાયદો થાય તે વિશે પ્રભારીએ પૃચ્છા કરી હતી, મોટા ભાગના ધારાસભ્યોએ કોઈ સિનિયરને જ જવાબદારી સોંપવાનો આગ્રહ સેવ્યો હતો અને નવા-સવાને મૂકવાથી પાર્ટીમાં ભાંજગડ વધશે તેવી દહેશત વ્યક્ત કરી હોવાનું સૂત્રો કહે છે.

વન ટુ વન બેઠક પહેલાં પ્રભારીએ ગાંધીનગર ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ગુજરાતની ભાજપ સરકારની કામગીરી નબળી રહી હતી, જેના કારણે મંત્રીમંડળ વિખેરી દેવું પડયું હતું. હવે જે નવી ટીમ રચાઈ છે તે નબળી છે, છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું એ સરકાર બનતાં રહી ગઈ હતી, અલબત્ત, અત્યારે જીતવાના ચાન્સીસ ગત વર્ષ કરતાં પણ વધારે છે. હાર્યા છે તો જીતીશું પણ ખરા.

ખેડૂત નરસંહારના વિરોધમાં આજે પ્રભારીની હાજરીમાં મૌન ધરણાં

પ્રભારી ડો. શર્માએ પોતાનો પ્રવાસ લંબાવ્યો છે, લખીમપુર ખેડૂત નરસંહારના વિરોધમાં 11મી ઓક્ટોબરના સોમવારે સવારે 10 વાગ્યે પ્રભારીના વડપણ હેઠળ મૌન ધરણાના કાર્યક્રમનું આયોજન કરાયું. કોચરબ આશ્રામ ખાતે આ કાર્યક્રમ યોજાયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post