• Home
  • News
  • દિશા પટની સાથે રહેલી આ વ્યક્તિ કોણ?:ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ એક્ટ્રેસ રેસ્ટોરાંની બહાર કોની સાથે જોવા મળી
post

દિશા પટની તથા એલેકઝાન્ડર મુંબઈના બાંદ્રાની કોઈ રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 18:21:44

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. દિશા પટની ફિલ્મી કરિયર કરતાં ટાઈગર શ્રોફ સાથેના સંબંધોને લીધે વધુ ચર્ચામાં રહેતી હતી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો અંગે વાત કરી નહોતી. હવે એમ માનવામાં આવે છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ દરમિયાન દિશા પટની પોતાના જિમ ટ્રેનર તથા મિત્ર એલેકઝાન્ડર એલેક્સ સાથે જોવા મળી હતી. બંનેને આ રીતે સાથે જોઈને સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી.

હાલમાં જ બંને બાંદ્રામાં સાથે જોવા મળ્યા
દિશા પટની તથા એલેકઝાન્ડર મુંબઈના બાંદ્રાની કોઈ રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા હતા. બંનેને જોતાં જ ફોટોગ્રાફર્સે ઘેરી લીધા હતા. આ દરમિયાન એક ચાહક દિશા સાથે વાત કરવા માટે આગળ આવ્યો હતો. એલેકઝાન્ડરે દિશાના બૉડીગાર્ડ બનીને કામ કર્યું હતું. તેણે દિશાના ખભા પર હાથ મૂકીને તેને કવર કરી હતી અને આગળ ચાલવાનું કહ્યું હતું.

દિશા પટની અંગે ઘણો જ પ્રોટેક્ટિવ જોવા મળ્યો
દિશા જ્યાં સુધી કારમાં ના બેઠી ત્યાં સુધી એલેકઝાન્ડરે દિશાને એકલી મૂકી નહોતી. તે પ્રોટેક્ટિવ રહ્યો હતો. દિશા તથા એલેકઝાન્ડરનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે.

યુઝર્સે પૂછ્યું, કોણ છે આ વ્યક્તિ?
દિશા નેએલેકઝાન્ડરને આ રીતે સાથે જોઈને સો.મીડિયા યુઝર્સને નવાઈ લાગી હતી. એક યુઝરે કહ્યું હતું કે આ કોઈ નવો ફસાવ્યો લાગે છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે જ્યાં સુધી દિશાના સંબંધો ટાઈગર સાથે હતાં ત્યાં સુધી આ બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેતો હતો. તેણે દિશાનું બ્રેકઅપ કરાવ્યું અને હવે તે જ ડેટ કરવા લાગ્યો.

દિશાનો આ બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝેન્ડર કોણ છે?
એલેકઝાન્ડર, દિશા પટનીનો જિમ ટ્રેનર તથા મિત્ર છે. તેણે વેબ સિરીઝ 'ગિરગિટ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. એલેકઝાન્ડરને હિંદી બોલતા આવડતું નહોતું, પરંતુ તેણે આ ભાષા શીખી અને ફિલ્મમાં કામ કર્યું. દિશા પટની તથા એલેકઝાન્ડર અવાર-નવાર એકબીજાની તસવીરો સો.મીડિયામાં શૅર કરતા હોય છે.

એક ઇન્ટરવ્યૂમાં એલેકઝાન્ડરે દિશાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના માટે હિંદી શીખવું ઘણું જ મુશ્કેલ હતું. તેને અંગ્રેજી ભાષા પણ ખાસ આવડતી નહોતી. મહિના પછી તેણે હિંદી ક્લાસમાં જવાનું બંધ કરી દીધું હતું અને ફિલ્મ જોવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન દિશાએ એલેકઝાન્ડરને સતત હિંદી શીખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

છ વર્ષના બ્રેકઅપ બાદ સંબંધો તૂટ્યા
દિશા તથા ટાઇગર છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, થોડાં સમય પહેલાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટાભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી. ગયા વર્ષે દિશા પટનીને લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.

દિશા મૂળ ઉત્તરાખંડની છે
દિશા તથા તેનો પરિવાર મૂળ ઉત્તરાખંડના ટનકપુરમાં રહેતો હતો. જોકે, પિતા જગદિશ બરેલી આવતા આખો પરિવાર અહીંયા શિફ્ટ થઈ ગયો હતો. 2011માં 12 પાસ કર્યાં બાદ દિશાએ લખનઉની એમિટી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અહીંયા કોલેજમાં યોજાયેલ ફેરવેર પાર્ટીમાં દિશા મિસ કોલેજ બની હતી. ત્યારબાદ મિસ લખનઉમાં ભાગ લેતા તે વિનર બની હતી. મિસ લખનઉ બન્યા બાદ દિશા પેન્ટાલૂન મોડલમાં ફર્સ્ટ રનર અપ રહી હતી. 2015માં કેડબરી ડેરી મિલ્કની જાહેરાતથી દિશાએ તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ત્યારબાદ તેણે મોબાઇલ કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. તેની પહેલી તેલુગુ ફિલ્મ 'લોફર' હતી. આ ફિલ્મને ડિરેક્ટર પુરી જગન્નાથે ડિરેક્ટ કરી હતી. 2016માં દિશાએ ટાઈગર શ્રોફ સાથે મ્યૂઝિક વીડિયો 'બેફિક્રા'માં કામ કર્યું હતું. ત્યારબાદ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' તથા 'બાગી 2'માં કામ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post