• Home
  • News
  • WHO નું એલર્ટ! દર 2 સેકેન્ડમાં આ બીમારીથી મોત, ભારત માટે ખતરાની ઘંટી
post

વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જે લોકો સપ્તાહમાં 150 મિનિટની સાધારણ કસરત કે સપ્તાહમાં 75 મિનિટ સુધીની હાર્ડ એક્સરસાઇઝ કરતા નથી તેને આળસુ માનવામાં આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 18:53:18

World Health Organization: WHO નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત સહિત દુનિયાભરમાં હવે લોકો લાઇફસ્ટાફની બીમારીઓ એટલે કે હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસથી મરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ છે આળસ, જેના કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જે લોકો સપ્તાહમાં 150 મિનિટની સાધારણ કસરત કરતા નથી કે સપ્તાહમાં 75 મિનિટની હાર્ટ કસરત કરતા નથી, તેને આળસુ માનવામાં આવે છે. આવો તમને વિસ્તારથી જણાવીએ WHO ના ચોંકાવનારા રિપોર્ટ વિશે..

ભારતમાં 66 ટકા લોકો લાઇફસ્ટાઇલવાળી બીમારીઓનો શિકાર
દુનિયાભરમાં થનારા કુલ મોતોમાંથી 74 ટકા લાઇફસ્ટાઇલવાળી બીમારીઓથી થાય છે. ભારતમાં ભારતમાં 66% લોકો લાઇફસ્ટાઇલથી થતી બીમારીઓનો શિકાર થઈને મોતને ભેટે છે. દુનિયામાં એક ચતૃથાંસ મોતનું કારણ લાઇફસ્ટાઇલવાળી બીમારીઓ છે. દરેક 2 સેકેન્ડમાં એક વ્યક્તિનું લાઇફસ્ટાઇલવાળી બીમારીને કારણે મોત થઈ રહ્યું છે. 70 વર્ષથી ઓછી ઉંમરના 1 કરોડ 70 લાખ લોકો દર વર્ષે કમ્યુનિકેબલ એટલે કે લાઇફસ્ટાઇલવાળી બીમારીને કારણે મોત થાય છે, એટલે કે દર બે સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે.

86% લોકો મધ્યમ આવકવાળા દેશોમાં
1
કરોડ 70 લાખ મોતોમાંથી 86 ટકા મોત મધ્યમ આવકવાળા દેશોમાં છે, જે આ બીમારીઓનો શિકાર થઈ રહ્યાં છે. ભારત પણ તે દેશમાં સામેલ છે. લાઇફસ્ટાઇલવાળી ચાર બીમારીઓમાં, દિલની બીમારી, શ્વાસની બીમારી, કેન્સર અને ડાયાબિટીસને કારણે 2011થી 2030 એટલે કે 20 વર્ષોમાં દુનિયામાં 30 લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જો ગરીબ દેશ દર વર્ષે આ બીમારીઓને રોકવામાં 1 હજાર 800 કરોડ ખર્ચ કરે તો ઓછા મોત થશે અને કરોડોના આર્થિક નુકસાનથી પણ બચી શકાશે. 

ભારતના આંકડા ખુબ ખરાબ
-
ભારતમાં કુલ મૃત્યુ પૈકી 66% મૃત્યુ ખરાબ જીવનશૈલીને કારણે થતા રોગોને કારણે થાય છે.
-
ભારતમાં ખરાબ જીવનશૈલીના કારણે ગંભીર બીમારીઓને કારણે દર વર્ષે 60 લાખ 46 હજાર 960 લોકોના મોત થઈ રહ્યા છે.
-
ભારતમાં આ રીતે જીવ ગુમાવનારા 54% લોકોની ઉંમર 70 વર્ષથી ઓછી છે.
-
ભારતમાં દર વર્ષે 28% લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે.
-
શ્વસન રોગોવાળા 12% લોકો
-
કેન્સર ધરાવતા લોકો -10%
-4%
ડાયાબિટીસ ધરાવતા લોકો
-
બાકીના 12% લોકો જીવનશૈલીના અન્ય રોગોથી મૃત્યુ પામે છે.

આ કારણે બીમાર પડી રહ્યાં છે ભારતના લોકો
આવો તમને જણાવીએ કે ભારતમાં આ લોકો બીમારીઓને શિકાર કેમ થાય છે? ભારતમાં 15 વર્ષની મોટી ઉંમરની એક વ્યક્તિ એવરેજ 5.6 લીટર દારૂ દર વર્ષે પીવે છે. એવરેજ પુરૂષ 9 લીટર અને મહિલાઓ 2 લીટર દારૂ પીવે છે. 15 વર્ષથી મોટી ઉંમરના 28 ટલા લોકો તમાકુનો શિકાર છે. આ સાથે ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના 34 ટકા લોકો આળસુ છે અને ફિઝીકલ ઇનએક્ટિવિટીનો શિકાર છે. તેમાંથી 11થી 17 વર્ષના 74 ટકા બાળકો આળસુ છે એટલે કે જરૂરી ફિઝીકલ કસરતથી દૂર છે. 

હાઈ બ્લડ પ્રેશર પણ એક મોટું કારણ
દર વર્ષે દુનિયામાં 8 લાખ 30 હજાર લોકો એટલા માટે મોતને ભેટે છે કારણ કે તે આળસુ છે અને કંઈ કરતા નથી. જીવનશૈલીથી થનારા કુલ મોતમાંથી 2 ટકા લોકો એટલા કારણે મરે છે કારણ કે તે આળસુ છે. ભારતમાં 31 ટકા લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે અડધાથી વધુ લોકોને ખબર પડતી નથી કે તે હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બની ચુક્યા છે. 

દુનિયાભરમાં આ કારણે થાય છે મોત
દર ત્રણમાંથી એકના મોતનું કારણ હાર્ટની બીમારી છે. એટલે કે 1 કરોડ 70 લાખ લોકો દર વર્ષે આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. હાર્ટની બીમારીનો શિકાર બે તૃતિયાંશ લોકો ગરીબ દેશોમાં રહે છે. હાઈબીપીનો શિકાર અડધા લોકોને ખબર નથી કે તેને હાઈ બીપી છે. દુનિયામાં 90થી 79 વર્ષના 130 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે. દર 6માંથી 1નું મોત કેન્સરને કારણે થાય છે. દુનિયાભરમાં 90 લાખથી વધુ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી 44 ટકાનો જીવ બચાવી શકાય છે.

શ્વાસની બીમારીઓ
દુનિયાભરમાં થનારા 13 મેતોમાંથી 1 મોત શ્વાસની બીમારીને કારણે થાય છે. દુનિયાભરમાં 40 લાખ લોકો માત્ર શ્વાસની બીમારીને કારણે જીવ ગુમાવે છે. ભારત જેવા ઘણા દેશોમાં આ બીમારીઓથી થનારા મોત વધવાનું કારણ વાયુ પ્રદૂષણ છે. તેમાંથી 70 ટકા લોકોને બચાવી શકાય છે. જો દેશમાં માત્ર પર્યાવરણ પર કામ કરવામાં આવે તો આ લોકોના જીવ બચાવી શકાય છે. 

તંબાકુ અને ખરાબ ખાણી-પીણી
80
લાખ લોકોનો જીવ તંબાકુ દ્વારા જાય છે. તેમાંથી 10 લાખ લોકો પેસિવ સ્મોકિંગને કારણે મોતને ભેટે છે. એટલે કે 10 લાખ લોકો કોઈ બીજાની સિગારેટના ધુમાડાનો શિકાર થઈને મોતને ભેટે છે. 80 લાખ લોકો દર વર્ષે ખરાબ ભોજન, ઓછુ ભોજન, કે વધુ ભોજનને કારણે મોતને ભેંટે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post