• Home
  • News
  • કેમ હારી ગયા?:ટીમ ઈન્ડિયાની હાર બાદ શશિ થરૂરે વિરાટ કોહલીને કહ્યું- ભૂલ થઈ એ તો બધાએ જોઈ, પણ ભૂલ કેમ થઈ એ જણાવો
post

મેચમાં ભારતની હાર બાબતે હવે રાજકારણીઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-02 11:45:58

ટી-20 વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ સવાલો ઉભા થઇ રહ્યા છે. સામાન્ય લોકો, પૂર્વ ક્રિકેટરો જ નહીં પણ હવે રાજકારણીઓ પણ સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરે ભારતીય ક્રિકેટ ટીમની હાર પાછળનું કારણ વિરાટ કોહલીને પૂછ્યું છે.

ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ સવાલો ઉભા થઇ રહ્યા
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં જીતનું ખાતું પણ ખોલી શકી નથી. પહેલા પાકિસ્તાને ભારતને 10 વિકેટે ધૂળ ચટાડી હતી. કોઈપણ ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભારત સામે આ જીત 29 વર્ષમાં પ્રથમ વખત થઈ છે. ત્યારબાદ ગયા રવિવારે પણ ભારતીય ક્રિકેટ ટીમ વધુ એક શરમજનક પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડ સામે હારમો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોમાં ન તો જોશ જોવા મળ્યો કે ન તો જીત માટેનો જુસ્સો.

હવે ટીમ ઈન્ડિયાની હાર બાબતે ભારતમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. પહેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભારતીય ટીમ માનસિક રીતે નબળી છે. આ તરફ, ટીમના જ ખેલાડી જસપ્રીત બૂમરાહે અહીં સુધી કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડી ખૂબ જ થાકી ગયા છે. છેલ્લા 6 મહિનાથી ટીમના ખેલાડીઓને આરામ મળી શક્યો નથી.

શશિ થરૂરે ટીમ ઈન્ડિયાની હાર બાબતે સવાલ ઉઠાવ્યા
હવે કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટીમ ઈન્ડિયાની હાર બાબતે સવાલ ઉઠાવ્યા છે. થરૂરે ટ્વીટ કરતાં લખ્યું, 'અમે તેમના વખાણ કર્યા છે, તેમના માટે તાળીઓ પણ પાડી છે, તેમણે પુરસ્કાર પણ આપ્યા છે. અમને તેમનું હારી જવાથી ખરાબ લાગ્યું છે.'થરૂરે કહ્યું હતું કે વિરાટ કોહલીને તે જનાવવાની જરૂર નથી કે મેચમાં શું ખોટું થયું કારણ કે અમે બધાએ જોયું જ છે. કોહલી માત્ર એ જ જણાવે કે આવું કેમ થયું?

જણાવી કે આ વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી નિરાશાજનક રહ્યું છે. હવે ટીમ ઈન્ડિયા 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચમાં પોતાની પ્રથમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડ સામે કારમાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાનું સેમી ફાઇનલમાં પહોંચવાની આશાને ઝટકો મળ્યો છે. હવે સેમી ફાઈનલમાં વિરાટ બ્રિગેડની પહોંચવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

adv

Related News

post
post
post
post
post
post
post