• Home
  • News
  • ધુમાડાની જગ્યાએ સાયલન્સરમાંથી પાણી કેમ છોડે છે ટોયોટા મિરાઈ?
post

ટોયોટાએ હાલમાં દેશની પહેલી હાઈડ્રોજનથી ચાલનારી કાર ટોયોટા મિરાઈ લોન્ચ કરી છે. આ ગાડીના સાયલન્સરથી ધુમાડાની જગ્યાએ પાણી નીકળે છે. આખરે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 10:56:53

નવી દિલ્લી: ટોયોટા કિર્લોસ્કર મોટર્સે ઈન્ડિયન માર્કેટમાં હાલમાં જ પોતાની ટોયોટા મિરાઈ કાર લોન્ચ કરી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાતે તેને લોન્ચ કરી. હાઈડ્રોજન ફ્યૂઅલ સેલ પર ચાલનારી આ કાર દેશની પહેલી કાર છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગાડીના સાયલન્સરમાંથી ધુમાડાની જગ્યાએ પાણી બહાર આવે છે. શું તમે જાણો છો કે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે.

પહેલાં જાણો મિરાઈ છે શું:
ટોયોટા જાપાનની મુખ્ય કાર કંપની છે. જાપાની ભાષામાં મિરાઈ શબ્દનો અર્થ ભવિષ્ય હોય છે. ટોયોટા મિરાઈને કંપની ભવિષ્યની કાર તરીકે જુએ છે. આ કાર માટે કંપનીએ હાઈડ્રોજન બેસ્ડ ફ્યૂઅલ સેલ સિસ્ટમ ડેવલપ કરી છે. આ એક ઈલેક્ટ્રિક ગાડી છે, જે કાર ચલાવવા માટે જરૂરી ઈલેક્ટ્રિસિટીને બનાવવા માટે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે. જો તમને લાગી રહ્યું છેકે આ કારને ચલાવવી કોઈ ખાસ કામ છે તો બિલકુલ નહીં. આ સામાન્ય કારની જેમ ચાલે છે. અને જોવામાં એક મિડ સાઈઝ સિડાન પણ છે.

ધુમાડાની જગ્યાએ સાઈલન્સરમાંથી નીકળે છે પાણી:
ટોયોટા મિરાઈમાં લાગેલા ફ્યૂઅલ સેલ સિસ્ટમ કંપનીના હાલમાં પેટ્રોલ-ઈલેક્ટ્રિક હાઈબ્રિડ સિસ્ટમનું જ એડવાન્સ રૂપ છે. આ વાયુ મંડળમાં રહેલ ઓક્સિજન કારમાં ભરેલ હાઈડ્રોજન ફ્યૂઅલની વચ્ચે થનારા કેમિકલ રિએક્શનથી કામ કરે છે. કાર જ્યારે રસ્તા પર દોડી રહી હોય ત્યારે વાયુમંડળમાં રહેલ ઓક્સિજનનો ઉપયોગ ગાડીમાં લાગેલ ફ્યૂઅલ સેલ સિસ્ટમ કરે છે. જ્યારે ફ્યૂઅલ ટેન્કથી હાઈડ્રોજનની સપ્લાય ફ્યૂઅલ સેલ સ્ટેકને જાય છે. કેમિકલ રિએક્શનથી આ બંને ગેસ ભેગા થતાં પાણી અને ઈલેક્ટ્રિસિટી જનરેટ થાય છે.

કઈ રીતે કાર રસ્તા પર દોડે છે:
ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન થયા પછી તેને મોટરમાં સપ્લાય કરવામાં આવે છે. તેમાં લાગેલ પાવર કંટ્રોલ યુનિટ જરૂરિયાતના હિસાબથી ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે. બીજી વિજળીને કારમાં લાગેલી બેટરીમાં સ્ટોર કરવામાં આવે છે. ઈલેક્ટ્રિક મોટરથી ગાડી ચાલે છે. જ્યારે બેટરીમાં સ્ટોર ઈલેક્ટ્રિસિટી પણ કારને ચલાવવામાં કામ આવે છે. ઓક્સિજન અને હાઈડ્રોજનના કેમિકલ રિએક્શનથી જે પાણી બને છે તે કારના સાઈલન્સરમાંથી બહાર નીકળે છે.

સિંગલ ચાર્જમાં દોડે છે 650 કિલોમીટર:
ટોયોટા મિરાઈ સિંગલ ચાર્જમાં એટલી દૂર જાય છે જેટલી ફૂલ ટેન્ક પેટ્રોલ ભરાવ્યા પછી એક સિડાન કાર જાય છે. આ કાર વિશે કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 650 કિલોમીટર સુધી જઈ શકે છે. તેમાં ફરીથી ઈંધણ ભરવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે. તેમાં હાઈડ્રોજનને તેવી જ રીતે ભરાવી શકાય છે, જેવી રીતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post