• Home
  • News
  • દર વર્ષે શા માટે ઊજવાય છે રાષ્ટ્રીય મતદાર દિવસ? ક્યારે થઈ હતી એની શરૂઆત? જાણો બધું
post

આ દિવસે નેશનલ અવોર્ડથી ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા લોકોને સન્માનિત કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:45:04

આજે દેશભરમાં રાષ્ટ્રીય મતદાર દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ભારતીય બંધારણ અનુસાર, જનતાના જ આ અનોખા લોકતંત્રની બુનિયાદ છે, જ્યાં સરકારને જનતા ચૂંટે છે, જેને 5 વર્ષમાં એકવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર ચૂંટવાનો સીધો અધિકાર છે. આજે એ જ જનતાનો દિવસ છે.

તો હવે એવામાં સવાલ થાય છે કે મતદાર દિવસ શા માટે ઊજવવામાં આવે છે? મતદારોને સમર્પિત આ દિવસ ક્યારથી ઊજવવાની શરૂઆત થઈ? દેશમાં કુલ કેટલા મતદારો છે? એક લોકસભા અને વિધાનસભા સીટમાં કેટલા મતદારો છે? કઈ લોકસભામાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછા મતદારો છે? તો આવો જાણીએ, એ બધું જે એક મતદાર તરીકે જાણવું જરૂરી છે...

મતદાર દિવસ શા માટે ઊજવવામાં આવે છે?
આ દિવસને મનાવવા પાછળ બે કારણો હતાં. પ્રથમ- ઈન્ક્લૂઝિવ અને બીજું ગુણાત્મક ભાગીદારી. એનો હેતુ હતો કે કોઈપણ મતદાર મતદાન કરવામાં પાછળ ન રહી જાય. એની પાછળ અન્ય એક હેતુ હતો. ચૂંટણીપંચ આ દિવસે એવા મતદારોની ઓળખ કરે છે, જેમની વય 18 વર્ષ થઈ ચૂકી હોય. એ તમામનાં નામ મતદારયાદીમાં સામેલ કરવામાં આવે છે. 2021માં મતદાર દિવસનું થીમ- તમામ મતદાતા સશક્ત, સતર્ક, સુરક્ષિત અને જાગ્રત બનેછે.

ક્યારથી શરૂ થયું છે?
વર્ષ 2011માં UPA-2ની સરકાર હતી. એ સમયે રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ અને વડાપ્રધાન મનમોહન સિંહ હતા. આ વર્ષે ચૂંટણીપંચની સ્થાપનાને 61 વર્ષ થઈ ચૂક્યાં હતાં. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે 25 જાન્યુઆરીથી રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. 25 જાન્યુઆરી 2021નો દિવસ 11મી વખત રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઊજવવામાં આવશે.

મતદાતા દિવસ કેવી રીતે ઊજવાય છે?
2011
પછી દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને મતદાર દિવસ તરીકે ઊજવાય છે. એનું એક થીમ હોય છે. આ દિવસે સરકાર મતદારોને જાગ્રત કરવા માટે અભિયાન ચલાવે છે, ખાસ કરીને જે મતદારો પ્રથમવારના વોટર્સ છે કે પછી જેમનાં નામ હજુ સુધી મતદારયાદીમાં નથી. આ દિવસે નેશનલ અવોર્ડથી ચૂંટણીપ્રક્રિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા લોકોને સન્માનિત કરવામાં આવે છે.

ભારતમાં કોણ વોટ આપી શકે છે?
ભારતના બંધારણ પ્રમાણે, જે ભારતના નાગરિક છે અને જેમની વય 18 વર્ષ કે તેનાથી વધુ છે. કોઈ ભેદભાવ કે સિટિઝનશિપ એક્ટ અંતર્ગત આ લોકોને વોટિંગ અધિકાર આપવામાં આવે છે. જે NRI પાસે ઈન્ડિયન પાસપોર્ટ હોય છે તેમને પણ વોટ આપવાનો અધિકાર હોય છે.

ચૂંટણીપંચનો શું રોલ હોય છે?
ભારતીય ચૂંટણીપંચની સ્થાપના 25 જાન્યુઆરી, 1950ના રોજ થઈ હતી. આ સંસ્થા બંધારણની કલમ-324 અંતર્ગત આવે છે. એમાં ત્રણ સભ્ય પ્રમુખ હોય છે, પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય કમિશનર સામેલ હોય છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરવામાં આવે છે. સૌનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. આ એક બંધારણીય સંસ્થા છે. દેશમાં થનારી તમામ ચૂંટણીઓને આયોજિત કરવાની જવાબદારી ચૂંટણીપંચની હોય છે.

એમાં લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સામેલ છે. ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચ એક ગાર્જિયનની ભૂમિકામાં હોય છે. એ જ ચૂંટણીના તમામ દિશાનિર્દેશ નક્કી કરે છે, જે ઉમેદવાર અને તમામ રાજકીય દળ પર લાગુ થાય છે. જો ચૂંટણી દરમિયાન આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થાય છે તો ચૂંટણીપંચમાં એની ફરિયાદ થઈ શકે છે. આ સંસ્થા ચૂંટણી સાથે સંકળાયેલા તમામ નિર્ણયો પોતે જ લે છે. ચૂંટણીના ખર્ચ પર નજર રાખવા માટે ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)ના અધિકારી ઓબ્ઝર્વર તરીકે હોય છે.

એક લોકસભા અને વિધાનસભા સીટ પર કેટલા મતદારો હોય છે?
બંધારણ અનુસાર, 10 લાખની વસતિ પર એક લોકસભા સાંસદ હોવા જોઈએ, પરંતુ ભારતમાં આ વસતિ 256 લાખ છે. રાજ્યોમાં વસતિના હિસાબે સંખ્યાને વધારવા અને ઘટાડવાની વાત કરવામાં આવી છે. 1971માં દેશ અને બીજાં રાજ્યોની સીટો પર સંખ્યા વધ-ઘટ થતી રહે છે. આ હિસાબે 30 લાખ લોકો પર એક સાંસદ અને તામિલનાડુમાં લગભગ 20 લાખ લોકો પર એક સાંસદ છે. જો 10 લાખની વસતિ પર એક લોકસભા સીટને વહેંચવામાં આવે તો ભારતમાં એની સંખ્યા વધીને 1375 સીટો થઈ જશે. એકલા યુપીમાં આ સીટનો આંકડો 80થી વધીને 238 થઈ જશે. બંધારણ અનુસાર, જે રાજ્યોમાં વસતિ 6 લાખ કે એનાથી ઓછી છે તો 10 વર્ષવાળો કન્સેપ્ટ ત્યાં લાગુ નહીં થાય. એવામાં આ પ્રકારનાં રાજ્યોમાં એક સાંસદ તો રહેશે.

લોકસભા અને વિધાનસભાની સીટો કેવી રીતે નક્કી કરાય છે?

·         લોકસભા અને વિધાનસભા સીટોની સંખ્યા નિર્ધારિત કરવાની જવાબદારી પરિસીમન પંચની છે. 1952માં એની રચના થઈ હતી.

·         બંધારણની કલમ-82માં પંચનું કામ પણ નક્કી કરાયું છે. એના અંતર્ગત દરેક દસ વર્ષમાં વસતિ ગણતરીના આધારે કોઈપણ ક્ષેત્રનું સીમાંકન નક્કી કરવામાં આવે છે.

·         ઈમર્જન્સીના સમયે બંધારણમાં 42મું સંશોધન કરાયું. એમાં 1971ની વસતિ ગણતરીના આધારે વિધાનસભા અને લોકસભા સીટની સંખ્યાને સ્થિર કરી દેવાઈ.

·         2001માં બંધારણમાં 84મું સંશોધન કરાયું. એના અંતર્ગત 2026માં વસતિ ગણતરી કર્યા પછી એના આંકડાના આધારે લોકસભાના પરિસીમનની વાત કરાઈ છે. 2026 પછી 2031માં વસતી ગણતરી થશે. તેના પછી જ લોકસભાની સીટોની સંખ્યા વધવાની આશા છે. 2034 સુધીની લોકસભા ચૂંટણીમાં સીટો 543 જ રહેશે.

·         રાજ્યોની વિધાનસભા માટે જુલાઈ 2002માં પરિસીમન પંચની રચના કરાઈ. ડિસેમ્બરમાં 2007માં પરિસીમન પંચે પોતાની ભલામણ કેન્દ્ર સરકારને સોંપી દીધી. 2008માં ભલામણો મંજૂર કરાઈ ત્યારે અનેક રાજ્યોનું સીમાંકન કરાયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post