• Home
  • News
  • પતિ HIVગ્રસ્ત હોવા છતાં લગ્ન કરાવી દેતાં સાસરિયાં સામે ફરિયાદ
post

પતિ સમલૈંગિક સંબંધ ધરાવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 09:04:56

અમદાવાદ: દાણીલીમડામાં પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ કરી છે કે, તેનો પતિ એચઆઈવીગ્રસ્ત છે અને સમલૈંગિક સંબંધ ધરાવે છે. લગ્ન પહેલા સાસરિયાએ પતિને એચઆઈવી છે તે વાત છુપાવીને રાખી હતી. અંગે પોલીસે સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લગ્ન બાદ પતિ શારીરિક સંબંધ બાંધતો હોવાથી પત્નીને શંકા ગઈ હતી
દાણીલીમડામાં રહેતી યુવતીએ 2019માં તેના વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પતિ પત્ની સાથે શારીરિક સબંધ રાખતો હતો, આથી પત્નીને શંકા ગઇ હતી અને મામલે નણંદને જાણ કરી હતી. નણંદે સાસુ સસરાને જાણ કરતા પતિને કોઇ બીમારી હોવાનું જાણ થઇ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને રિપોર્ટ કઢાવ્યા હતા, પરંતુ રિપોર્ટમાં શું છે તેની જાણ સાસરિયાએ યુવતીને થવા દીધી હતી અને સાસુ-સસરાએ જણાવ્યું હતું કે, થોડા સમયમાં બધુ નોર્મલ થઇ જશે.


રિપોર્ટ પરણિતાના હાથે લાગ્યા
દવાખાનામાં ડોક્ટરને શંકા જતા બીજી જગ્યાએ પણ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. આથી બીજી જગ્યાએ રિપોર્ટ કરાવતા તે રિપોર્ટ પરણિતાના હાથે લાગ્યા હતા. જેમાં બ્લડમાં કાઉન્ટ ઓછા અને એચઆઇવી હોવાનું સામે આવ્યું હતું. મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને શારીરિક- માનસિક ત્રાસની ફરિયાદ કરી છે.


પતિના અન્ય યુવક સાથેના અશ્લીલ ફોટા મળ્યા

થોડા દિવસો પછી પતિનો મોબાઇલ ચેક કરતા પરણિતા દંગ રહી ગઇ હતી કેમ કે, મોબાઇલમાં પતિના અન્ય પુરુષ સાથે સમલૈગિંક સબંધ ધરાવતા હોવાના ફોટા હતા. અંગે પતિ સાથે વાત કરતા પતિ ઉશ્કેરાયો હતો અને અંગે કોઇને કહેવા પત્નીને ધમકી આપી હતી. દરમિયાન પરણિતાને પતિને એચઆઈવી હોવાની જાણ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post