• Home
  • News
  • પત્ની શાલિની તલવારનો આરોપ:યો યો હની સિંહના અનેક યુવતીઓ સાથે શારીરિક સંબંધો હતા, રંગે હાથ પકડ્યો તો દારૂની બોટલ છૂટી મારી હતી
post

કોર્ટે 28 ઓગસ્ટ સુધીમાં હની સિંહને જવાબ આપવાનું કહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 11:42:44

સિંગર હની સિંહ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરનાર તેની પત્ની શાલિનીએ અરજીમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો.

મેરિડ લાઇફના અસ્તિત્વને છુપાવવા માગતો હતો
શાલિનીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હતી. શાલિનીએ કહ્યું હતું કે તેમના લગ્નની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતાં હની સિંહ ગુસ્સે થયો હતો. તેણે શાલિની પર આરોપ મૂક્યો હતો અને ઘણો માર માર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે શાલિનીએ જ તસવીરો લીક કરે છે. હની સિંહ પોતાની મેરિડ લાઇફ દુનિયાથી છુપાવવા માગતો હતો.

સાસુ-સસરા અને નણંદનાં નામ
શાલિનીનો દાવો છે કે હની સિંહના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. 'બ્રાઉન રંગ દે'ના શૂટિંગ દરમિયાન હની સિંહને સેક્સ્યૂઅલ રિલેશનશિપ દરમિયાન તેણે એક યુવતી સાથે રંગે હાથ પકડ્યો હતો. આ સમયે હની સિંહે તેને દારૂની બોટલ છૂટી મારી હતી. શાલિનીએ સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજિત સિંહ તથા નણંદ સ્નેહા સિંહનાં નામ લીધાં છે. શાલિનીએ સાસરિયાં તેની પર અત્યાચાર ગુજારતા હોવાની વાત કરી છે.

કોર્ટે હની સિંહ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી
શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલોન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી. આ અરજી કોર્ટના મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ થઈ હતી. વકીલ સંદીપ કપૂર, અપૂર્વા પાંડે તથા જીજી કશ્યપે શાલિની તલવાર તરફથી આ અરજી કરી હતી. કોર્ટે હની સિંહ વિરુદ્ધ એક નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સિંગરે 28 ઓગસ્ટ પહેલાં જવાબ ફાઇલ કરવો પડશે. આ ઉપરાંત હની સિંહ બંનેની જોઇન્ટ પ્રોપર્ટી વેચી નહીં શકે તથા સ્ત્રીધન સાથે છેડછાડ કરી શકશે નહીં.

20 વર્ષની મિત્રતા બાદ લગ્ન
હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. બંનેએ શીખ રીતરિવાજથી દિલ્હીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યાં હતાં. જોકે હની સિંહે ખાસ્સા સમય સુધી લગ્ન છુપાવીને રાખ્યા હતા. 2014માં રિયાલિટી ટીવી શોમાં હની સિંહે પત્ની શાલિનીને ઇન્ટ્રોડ્યુસ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post