• Home
  • News
  • આ વર્ષે ભારતમાં થશે IPL?:ગ્રુપ સ્ટેજની બધી મેચ મુંબઈના 3 સ્ટેડિયમ અને નોકઆઉટ મુકાબલા અમદાવાદમાં થઈ શકે છે
post

ગઈ સીઝનમાં UAEના 3 વેન્યુ પર મેચ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 17:48:38

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન કોરોના વચ્ચે ભારતમાં જ થશે. ગઈ ટૂર્નામેન્ટ UAEમાં સપ્ટેમ્બર-નવેમ્બરમાં રમાઈ હતી. આ વખતે ગ્રુપ સ્ટેજના મુકાબલા મુંબઈના 3 સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જ્યારે નોકઆઉટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં થઈ શકે છે. આ વાત દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદલે કહી.

પાર્થે ક્રિકેટ વેબસાઈટ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, 'જો ઇંગ્લેન્ડ ભારતનો પ્રવાસ કરી શકે છે. જો ફૂટબોલ લીગ ISL (ઇન્ડિયન સુપર લીગ) ગોવામાં થઈ શકે છે. જો દેશના ઘણા શહેરોમાં વિજય હઝારે ટ્રોફી (વનડે ફોર્મેટ) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T-20 ફોર્મેટ)માં થઈ શકે છે. તેવામાં મને નથી લાગતું કે, IPLને દેશની બહાર કરાવવામાં આવી શકે છે.

મુંબઈમાં 3 ગ્રાઉન્ડ હોવાનો ફાયદો થઈ શકે છે
પાર્થે વધુમાં કહ્યું કે, "હું માનું છું કે IPLને બે ફેઝમાં બે વેન્યુમાં કરાવવામાં આવી શકે છે. એવી સંભાવના છે કે એક વેન્યુ મુંબઈ હોય શકે છે, કારણકે અહીં 3 ગ્રાઉન્ડ (વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાઈ પાટીલ) છે. આ સાથે પ્રેક્ટિસ માટે પણ ઘણી જ સુવિધા છે. લીગના નોકઆઉટ મુકાબલા મોટેરા (અમદાવાદ)માં થઈ શકે છે. જોકે, આ હજી કન્ફર્મ થયું નથી."

મુંબઇમાં મેચથી દિલ્હીને ફાયદો
પાર્થના કહેવા પ્રમાણે, "જો તમે અમારી ટીમની પસંદગી જોશો, તો તમે સમજી શકશો કે દિલ્હી કેપિટલ્સને મુંબઇમાં બધી મેચો થવાથી ફાયદો થશે." અમારી ટીમમાં સ્ટીવ સ્મિથ પણ શામેલ છે, જેની બેટિંગ શૈલી મુંબઈની પિચ પર બંધબેસે છે. ટીમમાં મુંબઈના ઘણા પ્લેયર્સ છે. પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર. બીચ પર હોવાને કારણે, બોલને બાઉન્સ મળશે અને મુંબઇની પિચ પર મૂવમેન્ટ થશે, જે ખૂબ મહત્વનું રહેશે.

ટી 20 વર્લ્ડ કપની તૈયારી માટે મોટાભાગના શહેરોમાં મેચ હોવી જોઈએ
તેણે કહ્યું, 'મને લાગે છે કે આપણે દેશના મોટાભાગના શહેરોમાં આઈપીએલ મેચ કરાવવી જોઈએ. આ સાથે વિશ્વને પણ સંદેશ આપવો જોઈએ કે અમે ઓક્ટોબરમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે પણ તૈયાર છીએ. મને લાગે છે કે તેઓ (બીસીસીઆઈ)ની હજુ રાહ જોઈ રહ્યા છે. મારું માનવું છે કે બોર્ડ દેશની કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને તે મુજબ નિર્ણય લેશે. '

ગઈ સીઝનમાં UAEના 3 વેન્યુ પર મેચ થઈ હતી
IPL
ની 13મી સીઝન કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે થઈ હતી. ટૂર્નામેન્ટની તમામ 60 મેચ 3 વેન્યુ શારજાહ, દુબઈ અને અબુધાબીમાં કરાઈ હતી. ત્યારે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. મુંબઈ પાંચમીવાર ચેમ્પિયન બન્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post