• Home
  • News
  • પૂર્વ ડેપ્યુટી CMની સ્ટાઇલ મારતા રાજેન્દ્ર ત્રિવેદી નીતિન પટેલની જેમ પ્રશ્નોનો નિકાલ લાવી શકશે?
post

પૂર્વ મંત્રીઓને કમાન્ડો પાછા અપાયા, અમુક મંત્રીઓને પાયલોટિંગની સુવિધા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:25:35

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરિયા આગળની હરોળની ખુરશી પર બેસી ગયા હતા, જોકે વિજય રૂપાણીએ તેમને પાછલી હરોળની ખુરશી પર બેસવા માટે જણાવ્યું હતું. આ સૂચના રૂપાણી હસતાં હસતાં આપે છે, રાજકોટમાં આયોજિત 8મી ઓક્ટોબરના આ કાર્યક્રમનો 36 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

ભોજન લીલા’ : જજોના વિદાય સમારંભમાં 3,000ની ડિશ, કુલ બિલ 7.90 લાખ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થતાં ઓગસ્ટ મહિનાના અંતે મુખ્યમંત્રીના વડપણ હેઠળ વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં વીવીઆઈપી મહેમાનોએ ત્રણ હજારની કિંમતની ભોજનની ડિશની લિજ્જત માણી હતી, વીવીઆઈપી સહિત અન્યો માટે કુલ ડિનર ખર્ચ કુલ 7.90 લાખ થયો હતો, ગાંધીનગરની ઔફાઇવ સ્ટાર હોટલ લીલામાં આ સમારંભ યોજાયો હતો.    

નવા મુખ્યમંત્રીની શપથવિધિ થયા બાદ તુરંત જ રૂપાણી સરકારના તમામ મંત્રીઓને અપાયેલા સિક્યુરિટી ગાર્ડની સુવિધા પણ પરત લઈ લેવાઈ હતી. જો કે આૃર્યની વાત એ છે કે, શપથવિધિના માત્ર બે દિવસ બાદ આ તમામ પૂર્વ મંત્રીઓને ફરીથી સુરક્ષા માટે કમાન્ડો આપી દેવાયા હતા. કેટલાક સિનિયર મંત્રીઓને તો અગાઉની જેમ પાયલોટિંગ પોલીસ કાફલાની સુવિધા પણ અપાઈ છે. કોની સૂચનાથી કમાન્ડો પાછા ખેંચી લેવાયા અને ફરીથી પરત આપ્યા તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આ સંદર્ભમાં સામાન્ય વહીવટ વિભાગના ACS IAS એ. કે. રાકેશ કહે છે કે, માત્ર પૂર્વ મુખ્યમંત્રીને અમુક સુવિધા મળતી હોય છે. પરંતુ પૂર્વ મંત્રીઓને કમાન્ડો આપવા માટે અહીંથી ખાસ ઓર્ડર થયા નથી. હોમ ડિપાર્ટમેન્ટમાંથી સિક્યુરીટી થ્રેટને ધ્યાનમાં રાખી પૂર્વ મંત્રીઓને કમાન્ડો ફાળવવાની સૂચના આપવામાં આવી હોય એ શક્ય છે.  સચિવાલયમાં ચર્ચા છે કે, ફરીથી પોતાની સેવામાં કમાન્ડો તૈનાત થઈ જતા અમુક પૂર્વ મંત્રીઓ ફરીથી રૂઆબ છાંટતા થઈ ગયા છે.  

પૂર્વ ડેપ્યુટી સીએમની સ્ટાઇલ મારતા રાજેન્દ્ર ત્રિવેદી નીતિન પટેલની જેમ પ્રશ્નોનો નિકાલ લાવી શકશે

ર્સ્વિણમ સંકુલમાં મંત્રીઓ સમક્ષ રજૂઆતો કરવા આવનારા લોકોમાં વિવિધ કર્મચારીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. મંત્રીમંડળમાં બીજા નંબરના સિનિયર મંત્રી ગણાતા રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની ઓફિસની બહાર લખ્યંુ છે કે, હું બુકે, કેક, મીઠાઈ કે અન્ય કોઈપણ ગિફ્ટ લેતો નથી પોતાને ત્યાં આવતા કર્મચારીઓને તેઓ પૂછે છે કે તમે ચાલુ ડયૂટીએ અહીં રજૂઆત કરવા આવ્યા છો કે રજા મૂકીને? કર્મચારીઓ કહે છે કે ત્રિવેદીસાહેબના આ સવાલથી અમને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની યાદ આવી જાય છે. કેમકે તેઓ હંમેશાં આવો પ્રશ્ન પૂછતા હતા અને અમે જે કંઈ જવાબ આપીએ તો સામો બીજો પ્રશ્ન કરતા હતા કે તમે સાચું જ બોલો છો ને? કર્મચારીઓ કહે છે કે, નીતિનભાઈ તો અમને ઘણીવાર ખખડાવીને રવાના કરી દેતા હતા. પણ જો અમારી માગણી કે રજૂઆત યોગ્ય હોય તો તેઓ તેનો ઉકેલ પણ લાવતા હતા. હવે જોવાનું એ રહ્યું કે ત્રિવેદીસાહેબ ભલે નીતિન પટેલની સ્ટાઈલ મારે પરંતુ નીતિન પટેલની સ્ટાઈલથી જ અમારા પ્રશ્નોનો જલદીથી નિકાલ લાવે તો સારું.  

તાલીમના નામે GMBના અધિકારીઓને ફાઇવ સ્ટાર હોટેલમાં બે દિવસ જલસા  

તાજેતરમાં જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ-GMBના 50થી વધુ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવાને બહાને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલમાં બે દિવસ સુધી જલસા કરાવાયા હતા. તાલીમ માટે IIMમાંથી ફેકલ્ટી લેવાઈ હતી. જેમને પણ તગડી ફી ચૂકવવામાં આવી છે. થઈ રહેલી ચર્ચા મુજબ, લક્ઝુરિયસ હોટેલમાં અધિકારીઓને રૂમો અપાયા હતા. તેઓ સતત બે દિવસ સુધી અહીં જ રહ્યા હતા. બે દિવસની આ તાલીમ પાછળ બાવન લાખથી વધુનો ખર્ચ થયો છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ખાનગી ટ્રેનરોએ કેવા પ્રકારની તાલીમ આપી અને આ તાલીમથી ખરેખર સરકારી કામમાં શું અને કેવો ફાયદો થશે તેની તો કોઈને ખબર નથી, પણ તાલીમ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થયો એ હકીકત છે. તાલીમના નામે આ જલસાપાર્ટી યોજવાનો આઈડિયા કોનો હતો ? આૃર્યની વાત એ છે કે આ સંદર્ભમાં કોઈ અધિકારી કશંુ બોલવા પણ તૈયાર નથી.   હેડીંગ  

રજૂઆતો કરવા આવતા મુલાકાતીઓ સાથે ફોટા પડાવવાનો મંત્રીઓને પણ ક્રેઝ  

હાલના મંત્રીમંડળમાં કેટલાય મંત્રીઓ સાવ જુનિયર છે. તેમને સરકારની જુદીજુદી કામગીરીનો કોઈ પ્રકારનો અનુભવ નથી. જો કે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. સચિવાલયમાં મુલાકાતીઓને આવવાની છૂટ મળી જતા અને મુખ્યમંત્રીએ પણ સોમ અને મંગળવારે તમામ મંત્રીઓ તેમજ IAS અધિકારીઓને પોતાની ઓફિસમાં જ હાજર રહેવાનો અને અરજદારોને મળવાનો આદેશ આપતા ટોળા ઊમટી રહ્યાં છે. જેમાં એક આૃર્યજનક બાબત એ દેખાઈ રહી છે કે, પોતાને મળવા આવનારા કે રજૂઆત કરવા આવતા લોકો સાથે આ મંત્રીઓ હસતા હસતા ફોટા ખેંચાવી રહ્યા છે. લોકો પોતાની ઓફિસમાં આવે એટલે મંત્રીઓ ઊભા જ થઈ જાય છે અને કેમેરા સામે ગોઠવાઈ જાય છે. જેને લઈને અનેક લોકો બળાપો કાઢી રહ્યાં છે કે, નવા મંત્રીઓ અમારી રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવાને બદલે ફોટા ખેંચાવવામાં વધુ રસ લે છે. ઘણા મંત્રીઓ તો પોતાની ગાડીમાં લિફ્ટમાં તેમજ ર્સ્વિણમ સંકુલના દરવાજા પાસે પણ કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર પોતાના ઓળખીતા કે અરજદારો સાથે ફોટા પડાવી લે છે.  

પૂર્વ મંત્રીઓને પહેલાં જેટલા ફોન નથી આવતા, સોશિયલ મીડિયા ઉપર લાઇકની સંખ્યા ઘટી  

રૂપાણી સરકારના તમામ પૂર્વ મંત્રીઓ પાસે હવે ખાસ કોઈ કામગીરી રહી નથી. તેઓ મંત્રીપદે હતા ત્યારે રોજના 200થી 300 જેટલા ફોન આવતા હતા. લેન્ડ લાઈન અને મોબાઈલ ફોનની રિંગ આખો દિવસ રણકતી રહેતી હતી. મંત્રીઓ પાસે બધા ફોન ઉપાડવાનો કે ફોન કરનારા તમામ લોકો સાથે વાતચીત કરવાનો પણ સમય મળતો નહોતો. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. બેથી ત્રણ મંત્રીઓને બાદ કરતા બાકીના તમામ મંત્રીઓ ઉપર રોજના માંડ 15થી 25 ફોન આવે છે. આથી તેઓ તમામ ફોન ઉઠાવી લે છે. એટલું જ નહીં, ફોન કરનાર સાથે ખૂબ જ શાંતિથી લાંબી વાત પણ કરે છે. પૂર્વ મંત્રીઓ ફોન નથી ઉપાડતા એ પ્રકારની કોઈ જ ફરિયાદ હવે રહી નથી.એટલું જ નહીં, ફેસબક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ઉપર પર ફોલોઅર્સ દ્વારા જે લાઈક મળતી હતી તેમાં પણ 50થી 70 ટકા સુધીનો ઘટાડો આવી ગયો છે.  

હું ધારાસભ્ય હતો ત્યારે તો તમે રજૂઆત કરવા આવતા નહોતા, હવે મંત્રી છું એટલે…  

સચિવાલયમાં જુદાજુદા મંત્રીઓને રજૂઆતો કરવા આવવા માટે સામાન્ય લોકોની સાથોસાથ ભાજપના નાના-મોટા કાર્યકરો અને આગેવાનોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં ભાજપના અમુક અગ્રણીઓ મંત્રીને રજૂઆત કરવા ગયા ત્યારે આ મંત્રીએ તેઓને મીઠો ઠપકો આપ્યો કે હું ધારાસભ્ય હતો ત્યારે તો તમે મને આ પ્રકારની કોઈપણ રજૂઆતો કરવા આવતા નહોતા. હવે મંત્રી બન્યો છું એટલે જ રજૂઆત કરવા આવો છો. હું ધારાસભ્ય હતો ત્યારે પણ ખરેખર તો તમારે મને કહેવું જોઈતું હતું. જેની સામે ભાજપના અગ્રણીઓએ એવી દલીલ કરી કે, તમે ધારાસભ્ય હતા ત્યારે રજૂઆત કરવામાં અમને કોઈ જ વાંધો નહોતો. પરંતુ ધારાસભ્ય પાસે કોઈ સત્તા હોતી નથી. મંત્રી પાસે સત્તા હોવાથી રજૂઆતો કરીએ તો કંઈક પરિણામ આવી શકે છે. કેટલાક મંત્રીઓ તરફથી રજૂઆતો કરવા આવી રહેલા લોકોને જુદાજુદા અનુભવો થઈ રહ્યાં છે.  

adv

Related News

post
post
post
post
post
post
post