• Home
  • News
  • અચ્છે દિન આવશે?:પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાની વિચારણા થશે
post

દેશભરમાં એક જ ભાવની તૈયારી; 17 સપ્ટેમ્બરે લખનઉમાં બેઠક

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:27:54

પેટ્રોલ-ડીઝલ મોંઘાદાટ થઈ ગયાં છે ત્યારે એક રાહતના સમાચાર મળ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ જીએસટી મંત્રીઓનો સમૂહ આ અઠવાડિયે એટલે કે 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર વિચારણા કરશે.

એ જ દિવસે જીએસટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે. કોરોના મહામારી બાદ કાઉન્સિલ પહેલીવાર રૂબરૂ મળશે. કેરળ હાઇકોર્ટના આગ્રહ બાદ મંત્રીઓના સમૂહે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો મંત્રીઓના સમૂહમાં આ મુદ્દે સહમતી થશે તો આ પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલને સોંપવામાં આવશે. એ પછી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર વિચારણા કરશે.

પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી

·         32.90 રૂપિયા પ્રતિ લિટર

·         30 ટકા વેટ*

·         ~38.93 બેઝ પ્રાઇસ

એમાં ઉમેરાય છે 55.70 રૂપિયા (એક્સાઇઝ+વેટ) ટેક્સ, એટલે કે 143% ટેક્સ

ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી

·         31.80 રૂપિયા પ્રતિ લીટર

·         ​ 16.75 ટકા વેટ*

·         ~41.41 બેઝ પ્રાઇસ

એમાં ઉમેરાય છે 44.84 રૂપિયા (એક્સાઇઝ+વેટ) ટેક્સ, એટલે કે 108% ટેક્સ

* બેઝ પ્રાઇસ અને એક્સાઇઝ ડ્યૂટી પર વેટ લાગુ થાય છે. આ ઉદાહરણો દિલ્હીનાં છે. રાજ્યોમાં વેટના દર અલગ અલગ છે.

GST બાદ સેસ શક્ય તોપણ ફાયદો
જીએસટીમાં મહત્તમ સ્લેબ રેટ 28 ટકા છે. જોકે એના પર સેસ (તમાકુ ઉત્પાદનો પર 21 ટકાથી 160% છે) લાગુ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે તો તેના પર સેસ લાગુ થશે એ નક્કી છે, તેમ છતાં પણ વર્તમાન વેરાઓ કરતાં દર ઓછો જ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post