• Home
  • News
  • Virat Kohli છોડશે કેપ્ટનશીપ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બને શકે છે ભારતનો કેપ્ટન!
post

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીને પણ લાગે છે કે બધા ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ઝડપની જરૂર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-13 10:31:27

નવી દિલ્હી: આ વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ હાલના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલમાં આ વાત સામે આવી છે. 

કોહલી છોડશે કેપ્ટનશીપ?
ખબરો મુજબ વિરાટ કોહલીએ આ મામલે રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી છે. વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ફોકસ કરવા માટે આ પગલું ભરી શકે છે. વિરાટ કોહલી  પોતે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરશે. વિરાટ કોહલીનું માનવું છે કે તેણે પોતાની બેટિંગ પર ફોકસ કરવા અને દુનિયાના બેસ્ટ બેટ્સમેન બનવા માટે પાછા ફરવાની જરૂર છે. 

રોહિત શર્મા બની શકે છે કેપ્ટન
બીસીસીઆઈના સૂત્રોએ TOI ને જણાવ્યું છે કે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશીપની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી. 

કોહલીની બેટિંગ પર  પડી અસર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીને પણ લાગે છે કે બધા ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ઝડપની જરૂર છે. આમ પણ 2022 અને 2023 વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વનડે અને ટી-20) રમવાનું છે, આવામાં તે વધુ જરૂરી બની જાય છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટે એવું પણ મહેસૂસ કર્યું કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની સમગ્ર જવાબદારીઓ તેની બેટિંગ પર ભારે અસર કરી રહી છે. તેને સ્પેસ અને ફ્રેશનેસની જરૂર છે. કારણ કે તેની પાસે ટીમને આપવા માટે હજું ઘણું બધુ છે. 

વિરાટ 5-6 વર્ષ ક્રિકેટ રમી શકે છે
જો રોહિત શર્મા વ્હાઈટ બોલ માટે કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળે તો વિરાટ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખી શકે છે અને પોતાની ટી-20 અને વનડે બેટિંગ ઉપર પણ કામ કરી શકે છે. વિરાટ હજુ 32 વર્ષનો જ છે અને તેની ફિટનેસ જોતા કહી શકાય કે તે હજુ સરળતાથી ઓછામાં ઓછું 5-6 વર્ષ ક્રિકેટ રમશે. 

કોહલી અને રોહિત વચ્ચે સારા સંબંધ
ટીઓઆઈના સૂત્રોએ જણાવ્યું કે 'જો રોહિત શર્માની વાત કરીએ તો તે 5 વાર આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે અને ટી-20ની કેપ્ટનશીપના રેકોર્ડમાં પણ તે કોઈનાથી પાછળ નથી. રોહિતને જો વ્હાઈટ બોલ કેપ્ટન તરીકે ક્યારેય કમાન સંભાળવાની હોત તો આ જ યોગ્ય સમય છે. રોહિત જો કેપ્ટન બને તો તે ભારતીય ટીમ માટે ફાયદાકારક ડીલ રહેશે કારણ કે રોહિત અને વિરાટની એકબીજા સાથે ખુબ સારું ટ્યૂનિંગ છે.' રોહિત શર્મા પોતાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વાર આઈપીએલનો ખિતાબ અપાવી ચૂક્યો છે. બીજી બાજુ કોહલીએ કેપ્ટન તરીકે હજુ સુધી એક પણ આઈપીએલ ટ્રોફી જીતી નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post