• Home
  • News
  • ક્રૂડ ઘટીને 40 ડોલર થશે તો જ વિન્ડફોલ ટેક્સ પરત ખેંચાશે
post

નવા ટેક્સથી રિલાયન્સ, નાયરા એનર્જી, ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા અને વેદાંતા સહિતની કંપનીઓની કમાણી પર માઠી અસર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:14:54

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા લદવામાં આવેલ વિન્ડફોલ ટેક્સ અંગે અનેક અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં આ ટેક્સ ક્યારે પરત ખેંચવામાં આવશે તેવા સવાલના જવાબમાં મોદી સરકારના રેવન્યુ સેક્રેટરીએ કહ્યું કે જો ક્રૂડનો ભાવ ૪૦ ડોલર સુધી ઘટશે તો જ આ ટેક્સ પરત ખેંચવા અંગે વિચારણા કરવામાં આવશે.

બજાજે સોમવારે જણાવ્યું કે ક્રૂડના વૈશ્વિક ભાવ હાલના સ્તરેથી ૪૦ ડોલર પ્રતિ બેરલ જેટલા ઘટશે તો જ ભારત ઓઈલ પ્રોડયુસરો અને રિફાઇનર્સ ઉપર ગયા અઠવાડિયે લાગુ કરવામાં આવેલ વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચશે. સ્થાનિક સપ્લાય અને આવક વધારવા હેતુસર સરકારે વધારે વિદેશી માર્જિન મેળવવા માટે વધારેલ નિકાસને કાબૂમાં લેવા અને વધારાના માર્જિનના લાભ પર ટેક્સ વસૂલવા માટે ૧ જુલાઈથી વિન્ડફોલ ટેક્સ અમલમાં મુક્યો છે. સરકારના આ ટેક્સ અને તેની સાથેના કેટલાક નિકાસ નિયંત્રણોના નિર્ણયથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રશિયાની રોઝનેફ્ટની નાયરા એનર્જી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને વેદાંતા લિમિટેડ જેવી કંપનીઓની કમાણી પર અસર કરશે. સરકારે લાદેલ આ વધારાના ટેક્સની સમીક્ષા દર ૧૫ દિવસે કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post