• Home
  • News
  • નાગરિકતા સંશોધન બિલ -પાકિસ્તાનની ભાષા પસંદ નથી તો તેને જ ખતમ કરી દો- સંજય રાઉત
post

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ગૃહમંત્રી અમિત શાહે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ રજુ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 16:00:04

નવી દિલ્હીઃરાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ગૃહમંત્રી અમિત શાહે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ રજુ કર્યું છેશાહે કહ્યું આ બિલથી કરોડો લોકોને ફાયદો મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, ગૃહ સામે એક ઐતિહાસિક બિલ લઈને આવ્યો છું. આ બિલની જે જોગવાઈ છે એનાથી લાખો-કરોડો લોકોને ફાયદો મળશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જે લઘુમતી રહેતા હતા, તેમના અધિકારોની સુરક્ષા નહોતી થતી તેમને ત્યાં સમાનતાનો અધિકાર નહોતો મળતો.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, લોકતંત્રનો અલગ અવાજ હોય છે,એવું કહેવાઈ રહ્યું છે કે જે બિલ સાથે નથી તે દેશદ્રોહી છે. આ પાકિસ્તાનની એસેંમ્બલી નથી, જો પાકિસ્તાનની ભાષા પસંદ તો પાકિસ્તાનને ખતમ કરી દો.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post