• Home
  • News
  • 4-26 માર્ચની વચ્ચે રમાશે WIPL:13 ફેબ્રુઆરીએ પ્લેયર્સ ઓક્શન યોજાશે, મુંબઈ અને ગુજરાતની ફ્રેન્ચાઇઝની વચ્ચે ઓપનિંગ મેચ થઈ શકે છે
post

એક ટીમમાં કેટલા પ્લેયર્સ સામેલ થઈ શકે છે, તે વિશે BCCIએ હજુ સુધી કંઈ કહ્યું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:34:00

વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (WIPL)ની પહેલી એડિશન 4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાઈ શકે છે. બ્રેબોર્ન સ્ટેડિયમ અને DY પાટિલ સ્ટેડિયમ ટૂર્નામેન્ટની બધી જ મેચ યજમાની કરશે. જેમાં મુંબઈ અને ગુજરાતની ફ્રેન્ચાઇઝની વચ્ચે પહેલી મેચ રમાઈ શકે છે. IPL પ્રેસિડન્ટે આની જાણકારી આપી હતી.

13 ફેબ્રુઆરીએ ઓક્શન
WIPL
નું ઓક્શન 13 ફેબ્રુઆરીએ યોજાશે. લગભગ 1500 ખેલાડીઓએ લીગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આની ફાઈનલ લિસ્ટ આ અઠવાડિયાના અંતમાં જાહેર થવાની સંભાવના છે.

જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઓક્શન થશે
મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક દિવસ માટે મેગા ઓક્શન થશે. એવા સમાચારો આવતા હતા કે BCCIને ઓક્શન માટે હોટેલ મળતી નથી. લગ્નની સિઝન હોવાના કારણે મુંબઈ અને દિલ્હીમાં મોટાભાગની હોટેલ બુક થઈ ગઈ છે.

ફ્રેન્ચાઇઝી માલિકોએ તારીખ નક્કી કરી
13
ફેબ્રુઆરીની તારીખ ફ્રેન્ચાઇઝી માલિકોની સાથે વાત કરીને નક્કી કરવામાં આવી છે. કારણ કે ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ અત્યારે UAEની ઈન્ટરનેશનલ લીગ T20 અને સાઉથ આફ્રિકાની SA20 લીગમાં વ્યસ્ત છે. તેવામાં WIPL માટે તેમને સમય જોતો હતો. 12 તારીખે બન્ને લીગની ફાઈનલ થઈ જશે. એટલે 13 તારીખ નક્કી કરવામાં આવી છે.

દરેક ટીમને 12 કરોડ રૂપિયા મળશે
એક WIPL ટીમને ઓક્શનમાં ખેલાડી ખરીદવા માટે 12 કરોડ રૂપિયાનું પર્સ મળ્યું છે. દર વર્ષે પર્સમાં 1.5 કરોડનો વધારો થશે. મેન્સ IPLના મુકાબલામાં આ રકમ ઘણી ઓછી છે. મેન્સ IPLમાં એક ટીમન પાસે 95 કરોડનું પર્સ રહેતું હોય છે.

ટૂર્નામેન્ટ જીતનારી ટીમને 6 કરોડ મળશે. જ્યારે રનરઅપ ટીમને 3 કરોડ અને ત્રીજ નંબરે રહેનારી ટીમને એક કરોડ રૂપિયા મળશે.

5 ટીમના ઓક્શન થયા
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની 5 ટીમનું ઓક્શન થઇ ગયું છે. બોર્ડે ઓક્શનમાં સફળતા મેળવનાર કંપનીઓના નામની જાહેરાત કરી હતી. સૌથી વધુ બોલી અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે લાગી છે. આ ફ્રેન્ચાઇઝીના બદલામાં અદાણી ગ્રુપ 1,289 કરોડ રૂપિયા બોર્ડને આપશે.

અમદાવાદ સિવાય મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને લખનઉની ફ્રેન્ચાઇઝી પર બોલી લાગી છે. એટલે અહીં 5 ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ભાગ લેશે.

U-19 ખેલાડીઓ ઉપર પણ બોલી લાગશે
એક ટીમમાં કેટલા પ્લેયર્સ સામેલ થઈ શકે છે, તે વિશે BCCIએ હજુ સુધી કંઈ કહ્યું નથી. પરંતુ એક ટીમમાં જો 15-18 પ્લેયર્સ પણ હશે, તો પણ 5 ટીમ અંદાજે 75-90 ખેલાડીઓ ખરીદશે. તેવામાં દુનિયાભરની ટૉપ ક્રિકેટર્સ સહિત ભારતની U-19 વર્લ્ડ જીતનારી ટીમના દરેક ખેલાડીઓ ઉપર પણ બોલી લાગી શકે છે.

એક WIPL ટીમમાં હશે 5 વિદેશી ખેલાડીઓ
WIPL
ની પહેલી સિઝન 4 માર્ચથી શરૂ થઈ શકે છે. મુંબઈના બ્રેબોર્ન અને DY પાટિલ સ્ટેડિયમમાં બધી જ મેચ રમાડવાનો વિચાર છે. ટૂર્નામેન્ટની 5 ટીમની વચ્ચે કુલ 22 મેચ રમાશે. તો એક WIPL ટીમમાં વધુમાં વધુ 5 વિદેશી ખેલાડીઓ રમી શકશે. પાંચમી ખેલાડી એસોસિએટ દેશની હશે. એસોસિએટ દેશની ખેલાડીનો સામેલ ના કરવા પર ટીમમાં 4 વિદેશી ખેલાડીને રમાડવાની પરમિશન આપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં 7 ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post