• Home
  • News
  • વિઝડન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવન ટીમ જાહેર:ભારતના જાડેજા, પંત અને બુમરાહને જગ્યા; પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને ન્યૂઝિલેન્ડમાંથી એકેય ખેલાડીની પસંદગી નથી થઈ
post

બાબર આઝમનું પ્રદર્શન સારું પણ ટીમમાં જગ્યા નથી મળી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 20:01:22

વિઝડને 2021-2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટીમ જાહેર કરી છે. વિઝડને 2021-2023માં યોજાયેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રદર્શનના આધારે 11 ખેલાડીઓની પસંદગી કરી છે. આ વખતે ભારતના ટૉપ પ્લેયર્સ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને તેમાં જગ્યા નથી મળી. જ્યારે રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રિષભ પંતની ટીમમાં પસંદગી થઈ છે. પંતને વિકેટકિપર તરીકે ટીમમાં પસંદગી થઈ છે. બીજી તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડની ટીમમાંથી કોઈ પણ ખેલાડીની પસંદગી નથી થઈ. 5 દેશોના ખેલાડીથી ટીમ બની છે.

ભારતના બિગ 3ને જગ્યા નહીં
ભારતના ટોચના બેટર્સ રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને ટીમમાં જગ્યા નથી મળી. રોહિત શર્માએ સમગ્ર સિઝનમાં 10 મેચ રમી અને 700 રન કર્યા છે. જ્યારે વિરાટે આ સિઝનમાં 16 મેચ રમી 869 રન કર્યા હતા. રોહિતની એવરેજ 43.75 રહી. જ્યારે કોહલીએ 32.18ની સરેરાશથી રન બનાવ્યા છે. રાહુલે 11 મેચમાં 30.28ની સરેરાશથી 636 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના સૌથી વધારે ખેલાડી
ઓસ્ટ્રેલિયામાંથી સૌથી વધુ ખેલાડીની પસંદગી થઈ છે. તેમાં ઓપનર ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને સ્પિનર નાથન લાયન સામેલ છે. ઉપરાંત શ્રીલંકાના બે બેટર્સ દિમુથ કરુણારત્ને અને દિનેશ ચંદીમલને ટીમમાં જગ્યા મળી છે. સાઉથ આફ્રિકામાંથી કગિસો રબાડા અને ઇંગ્લેન્ડમાંથી જોની બેયરસ્ટોનું નામ ટીમમાં છે.

બાબર આઝમનું પ્રદર્શન સારું પણ ટીમમાં જગ્યા નથી મળી
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું સિઝનમાં પ્રદર્શન સારું રહ્યું છે. તેણે સમગ્ર સિઝનમાં 14 મેચ રમી અને 61.08ની સરેરાશથી 1,527 રન કર્યા છે. તેની જગ્યાએ નંબર 3 પર ઓસ્ટ્રેલિયાના લાબુશેનની પસંદગી થઈ છે. લાબુશેને 19 મેચમાં 53.89ની સરેરાશથી 1,509 રન કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post