• Home
  • News
  • વોટ્સએપ ડાઉન થવાથી હરીફ ટેલિગ્રામને 70 મિલિયન યૂઝર્સ મળ્યા
post

માત્ર છ કલાક માટે વોટ્સએપ બંધ રહેતા ટેલિગ્રામને નવા 70 મિલિયન યૂઝર્સ મળી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:59:54

ગત સોમવારે વોટ્સએપની સેવા છ કલાક જેટલો સમય ડાઉન થઈ ગઈ હતી, જેના કારણે દુનિયાભરમાં તેના યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ સમસ્યા તો ટૂંક સમયમાં ઉકેલાઈ ગઈ હતી પરંતુ એટલા સમયગાળામાં હરીફ કંપની ટેલિગ્રામને મોટો ફાયદો થયો હતો. માત્ર છ કલાક માટે વોટ્સએપ બંધ રહેતા ટેલિગ્રામને નવા 70 મિલિયન યૂઝર્સ મળી ગયા હતા!

ટેલિગ્રામે હાલમાં જ 1 બિલિયનથી વધુ ડાઉનલોડ મેળવ્યાં છે અને તેના 500 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. ભારતમાં વોટ્સએપ માટે છેલ્લાં કેટલાક સમયથી માઠા દિવસો ચાલી રહ્યાં છે. કંપનીની પ્રાઈવસી પોલિસી સામે સરકારથી લઈને યૂઝર્સ સુધીના સૌ કોઈએ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે ટેલિગ્રામની વધતી જતી લોકપ્રિયતા વોટ્સએપ માટે ચિંતાનો વિષય બની રહી છે.

કંપની એન્ડ ટુ એન્ડ ઈન્ક્રીપ્ટનો દાવો કરી રહી છે પરંતુ યૂઝર્સને તેના પર પહેલાં જેવો વિશ્વાસ રહ્યો નથી. તેની જગ્યાએ તેઓ હવે ટેલિગ્રામ અને સિગ્નલને વધારે સુરક્ષિત માનવા લાગ્યા છે. જો વોટ્સએપ વહેલીતકે ભારતીય યૂઝર્સની પ્રાઇવસી અને બીજી જરૂરિયાતોને સમજીને યોગ્ય ઉકેલ નહીં લાવે તો હરીફ કંપનીઓ તેનો સીધો ફાયદો લઈ જશે. ફક્ત 6 કલાકમાં ટેલિગ્રામ વોટ્સએપને આટલું મોટું નુકસાન પહોંચાડી શકતી હોય તો ભવિષ્ય સમજી જાવ.

adv

Related News

post
post
post
post
post
post
post