• Home
  • News
  • સબરીમાલામાં પ્રવેશ માટે તૃપ્તી દેસાઈ કેરળ પહોંચી
post

મહારાષ્ટ્રની સામાજિક કાર્યકર્તા તૃપ્તી દેલાઈ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે મંગળવારે સવારે કેરળના કોચ્ચી એરપોર્ટ પહોંચી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 11:18:43

કોચ્ચી: મહારાષ્ટ્રની સામાજિક કાર્યકર્તા તૃપ્તી દેલાઈ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે મંગળવારે સવારે કેરળના કોચ્ચી એરપોર્ટ પહોંચી છે. તેમની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સબરીમાલા મંદિરમાં દર્શન કરી ચુકેલી બિંદુ અમ્મિન પણ છે. પોલીસ કમિશનર ઓફિસ બહાર બિંદુના ચહેરા પર અજ્ઞાત વ્યક્તિએ મરચાંનો પાવડર ફેંક્યો હતો. 16 નવેમ્બરે મંડિરના કપાટ મંડળ પૂજા ઉત્સવ માટે ખોલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2018માં દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયમાં પુન:વિચાર માટે દાખલ કરવામાં આવેલી અરજી પર 7 જજની બેન્ચ ચુકાદો આપશે.

ભૂમતા બ્રિગેડના સંસ્થાપક તૃપ્તીએ કહ્યું, આજે સંવિધાન દિવસ છે અને અમે સબરીમાલા મંદિરમાં દર્શન માટે આવ્યા છીયે. અમને રાજ્ય સરકાર અથવા પોલીસ કોઈ ન રોકી શકે. જો અમને રોકવામાં આવશે તો અમે કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરીશું. હું મારી આજની યાત્રા વિશે મુખ્યંમત્રી અને ડીજીપીને પહેલાં જ વાત કરી ચુકી છું. હવે તેમનું કર્તવ્ય છે કે, મને સુરક્ષા આપવી. તાજેતરમાં જ તૃપ્તીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખ્યો હતો.

સબરીમાલા મંદિરના કપાટ અંદાજે બે મહિના સુધી ખુલ્લા રહેશે. સુપ્રીમ કોર્ટે 2018માં દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી બે વખત મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પરંતુ હિંસક વિરોધના કારણે 12થી 50 વર્ષ ઉંમરની કોઈ પણ મહિલા મંદિરમાં દર્શન કરવા નહતી જઈ શકી.

તૃપ્તીએ 16 નવેમ્બરે કહ્યું હતું કે, સરકારે મહિલાઓને સુરક્ષા ન આપવાની વાત કરી હતી. તેથી તેઓ સુરક્ષા વગર જ સબરીમાલા જઈ રહી છે. હવે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે. સરકાર સંપૂર્ણ રીતે મહિલાઓ વિરુદ્ધ કામ કરી રહી છે. તેમણે કહ્યું છે કે, 2018માં સબરીમાલા પર આપવામાં આવેલા નિર્ણયમાં કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. સરકાર અમને સુરક્ષા આપે કે નહીં, અમે 20 નવેમ્બર પછી ત્યાં જઈશું. જે લોકો એવું કહે છે કે, અમારે પોલીસ સુરક્ષા માટે કોર્ટથી આદેશ લાવવો જોઈએ, તે લોકો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post