• Home
  • News
  • બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે, કતારમાં 24 કલાકમા 1648 કેસ નોંધાયા
post

બ્રાઝીલમાં મહામારી વચ્ચે પોલીસે રવિવારે સ્લમ વિસ્તારમાં ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:27:32

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે.

અમેરિકા બ્રાઝીલને મદદ કરશે
અમેરિકા અને બ્રાઝીલે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું કે અમેરિકા ટૂંક સમયમાં બ્રાઝીલમાં એક હજાર વેન્ટિલેટર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 20 લાખ ટેબલેટ મોકલશે.  નિવેદનમાં કહેવાયું હતું કે બ્રાઝીલમાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પણ જોખમનો સામનો કરી રહ્યા છે. બ્રાઝીલમાં 5 લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 341 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 6 લાખને સારવાર પછી રજા અપાઈ
અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.  
સંક્રમણની દ્રષ્ટિએ ભારત 7માં નંબરે
સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.90 લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.89 લાખ કેસ અને જર્મનીમાં 1.83 લાખ કેસ નોંધાયા છે.

કતારમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં 56 હજાર 910 લોકો સંક્રમિત છે.38  લોકોના મોત થયા છે. અહીં 22 લાખથી વધારે ટેસ્ટ થયા છે. 

બાંગ્લાદેશે લોકડાઉન હટાવ્યું
સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં 2545 કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ 47 હજાર 153 કેસ નોંધાયા છે અને 650 લોકોના જીવ ગયા છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ

મોત

અમેરિકા

18,37,170

106,195

બ્રાઝીલ

514,992

4,693

રશિયા

405,843

4,693

સ્પેન

286,509

27,127

બ્રીટન

274,762

38,489

ઈટાલી

232,997

33,415

ભારત

190,609

5,408

ફ્રાન્સ

188,882

28,802

જર્મની

183,494

8,605

પેરુ

164,476

4,506

તુર્કી

163,942

4,540

ઈરાન

151,466

7,797

ચીલી

99,688

1,054

કેનેડા

90,947

7,295

મેક્સિકો

90,664

9,930

સાઉદી અરબીયા

85,261

503

ચીન

83,017

4,634

પાકિસ્તાન

69,496

1,483

બેલ્જિયમ

58,381

9,467

કતાર

56,910

38

બાંગ્લાદેશ

47,153

650

નેધરલેન્ડ

46,442

5,956

બેલારુસ

42,556

235

સ્વીડન

37,542

4,395

 

 

adv

Related News

post
post
post
post
post
post
post